ગ્રામ્ય દર્દીઓને શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વાયરસને લઇને ગ્રામ્ય પંથકના લોકો ખાનગી ડોક્ટર પાસે દવા લેવા જઇ રહ્યા છે. ત્યારે આ બાબતે આવા ડોક્ટરોને સૂચના આપીને દર્દીને સરકારી હોસ્પિટલે દવા લેવા મોકલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વઢવાણ તાલુકાના કોઠારીયાના કાનજીભાઇ રાજપૂતે નાયબ કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરતા જણાવ્યુ કે, સરકારી હોસ્પિટલમાં દર્દીઓને કોરાનાના વાયરસના લક્ષણો છે કે નહીં તેની પૂરતી જાણકારી મળતી હોય છે. ગામડાંના દર્દીઓને શહેરની સરકારી હોસ્પિટલમાં દવા આપવી જોઇએ. થોડા દિવસ પહેલા જ વાડલાના ગીતાબેન પ્રવિણભાઇ ભરવાડે તાવ આવવાની દવા લીધી. ત્યારબાદ તા. 26 માર્ચને સવારે ફરીથી તેઓને સારવાર માટે ગાંધી હોસ્પિટલે લવાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.પરમારે જણાવ્યુ કે, આ બાબતની ગંભીરતા લઇને તેનો સંદેશો ગ્રામ્ય કક્ષાએ ખાનગી ડોક્ટરોને સૂચના આપી દેવામાં આવશે. જેથી કરીને ગામડાના લોકો આઠ દસ દિવસ ગામડામાં દવા લીધા પછી વધારે માંદગી આવી જતાં કોરાનાના લક્ષણ ન જણાય તે પહેલાં જાગૃતા કેળવાશે.

અન્ય સમાચારો પણ છે...