તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબો અને નર્સિંગ સ્ટાફને PPE કીટ આપવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીને પગલે સિવીલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા તબિબો અને નર્સિંગ સ્ટાફ તમામને પીપીઇ કીટ આપવાની માંગણી કરી છે. ઉપરાંત નર્સિંગ સ્ટાફને અને તેમના પરિવારને રક્ષણાત્મક અભિગમ સુચવવાની માંગણી ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના પ્રમુખે કરી છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં પણ કોરોના પોઝીટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યના 69 લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કોરોનાની મહામારી વચ્ચે પણ દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહેનાર તબિબ અને નર્સિંગ સ્ટાફની કોરોના વાયરસથી સલામતી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પીપીઇ કીટ આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા તબિબો અને નર્સિંગ સ્ટાફને પીપીઇ કીટ આપવામાં આવે છે. પરંતું અન્ય વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને તબિબોને પીપીઇ કીટ નહી અપાતા માનસિક ડર વચ્ચે દર્દીઓનું નિદાન અને સારવારની કામગીરી તબિબો અને નર્સિંગ સ્ટાફ કરી રહ્યો છે. સારવાર માટે આવેલો દર્દી કોરોના વાયરસથી સંક્રમિત છે કે તેની જાણ તો લેબોરેટરી તપાસ પછી જ થાય છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીની સારવાર અને નિદાન કરતા તબિબો અને નર્સિંગ સ્ટાફની સલામતી રહેતી નહી હોવાનો આક્ષેપ કર્મચારીઓમાં ઉઠવા પામ્યો છે.

ત્યારે માત્ર આઇસોલેશન વોર્ડના જ તબિબો અને નર્સિંગ સ્ટાફને નહી પરંતુ સિવીલ હોસ્પિટલના તમામ વોર્ડમાં ફરજ બજાવતા તબિબો અને નર્સિંગ સ્ટાફને પીપીઇ કીટ આપવાની માંગણી સાથે ગુજરાત નર્સિંગ યુનિયનના પ્રમુખ વિપુલસિંહ ચાવડા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ઉપરાંત રાજ્યની સરકારી હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં નર્સિંગ સ્ટાફની 5000 જગ્યાઓને તાકિદે ભરવાની માંગણી સાથે આઉટસોર્સિંગથી નર્સિંગ સ્ટાફની ભરતી બંધની માંગણી સાથે યુનિયને રાજ્યના તમામ ધારાસભ્યોને રજુઆત
કરી છે.

અન્ય સમાચારો પણ છે...