તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજી પંથકના ખેડૂતોના પાક બચાવવા પગલાં ભરવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી પંથકના પશુપાલકો અને ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે. પશુઓને ચારો મળતો નથી અને ખેડૂતોના ઉભા પાકને બચાવવા પગલા ભરવા માગ ઉઠી છે. કોરોનાને પગલે સમગ્ર દેશમાં અને રાજ્યમાં લોકડાઉન કરાયું છે ત્યારે ધોરાજી પંથકના પશુપાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

પશુપાલન કરતા પશુપાલકો એ પોતાના દુધાળા પશુઓને નિરણ, અને પાણી સહિત ખોરાકની વ્યવસ્થા અને દૂધ દોહી લોકો સુધી પહોંચતુ કરવું પડતું હોય છે. પરંતુ આવા પશુપાલકો માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી મૂંગા પશુઓની હાલાકી વધી છે. આ અગે ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઇ હિરપરા એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ખેડૂતો, પશૂપાલકોની પરેશાની દૂર કરવા રજૂઆત કરાઈ છે.

વિઠલ ભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતોએ પોતાના ખેતરમાં રવી પાક અને ઉનાળાની સિઝન નું વાવેતર કરેલું હોય ખેડૂતોને પોતાના ખેતરમાં ઉભા પાકમાં દવાનો છંટકાવ, પાકમાં પાણી આપવા તેમજ નિંદામણ સહિતના અનેક કામો નિયમિત રહેતા હોય છે. હાલમાં લોકડાઉન ને કારણે ખેડૂત પોતાના ખેતરે આવી કે જઇ શકતા નથી. ખેતર તરફ જવા નીકળે તો તંત્ર કડક કાયવાહી કરાય છે અને ખેડૂત ખેતરે ન જાય તો તેમના પશુઓ અને પાક નું શુ કરવું તે મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. સરકાર દ્વારા આવશ્યક સેવાઓ મળી રહે છે. પરંતુ પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બની છે તંત્ર વાહકો દ્વારા ખેડૂતો પશુપાલકોની પરેશાની દૂર કરવા માગણી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...