તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીમલાના વૃદ્ધ પર દીપડાનો હુમલો, ગળે લટકી દાતરડીથી ભગાડ્યો, દોઢ કિમી ચાલી ખેતરે ગયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ તાલુકાના ટીમલા ગામના 75 વર્ષિય વૃધ્ધ મયલા માલજી વસાવા શનિવારે સવારે તેના મોટાભાઈની દીકરી રેવાબેન શાંતિલાલ વસાવાને મળવા ચાલીને ગાલીબા ગામે જઈ રહ્યા હતા. વન વિભાગે બનાવેલા ખાડામાંથી અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ પંજાથી વૃધ્ધના બન્ને પગમાં ન્હોર મારી ચીરી નાંખ્યા હતા.

આ પરિસ્થિતિમાં પણ વૃધ્ધે યુવાનોને શરમાવે તેવી હિંમત દાખવી દીપડા સાથે બાથ ભીડી હતી. વૃધ્ધે હિંમત હાર્યા વગર દીપડાનો સામનો કરી દીપડાના ગળામાં લટકી ગયા હતા. બાદમાં પોતાના હાથમાં રહેલી દાતરડીથી દીપડાને મારી જંગલ તરફ ભગાડ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં આ વૃદ્ધ દોઢ કિમી ચાલીને તેની ભત્રીજીના ખેતર ગાલીબા પહોંચ્યા હતા. જ્યાં સઘળી હકકીકત વર્ણવી હતી. વૃદ્ધને તાત્કાલિક નેત્રંગ સરકારી દવાખાને 108 માં સારવાર અર્થે લવાતાં તબીબે તેમના પગમાં 27 ટાકા લીધા હતા.

એક વખત મને થયું કે હું હવે નહિં બચું, મરવાનો છું જ તો બચવા થોડો પ્રયાસ કર્યોને હું બચી ગયો

હું ગાલીબા જતો હતો, ત્યારે રસ્તે બે દીપડા હતા. એક દીપડો દૂર હતો. હુમલો કરનાર દીપડો જંગલખાતાએ કરેલ ખાડામાંથી બહાર આવ્યો હતો. એક વખત તો મને થયું કે હું હવે નહિં બચી શકું. પણ મેં હિંમત ભેગી કરી આમેય મરી જ જવાનો છું તો બચવા થોડો પ્રયાસ કરું. તેમ વિચારીને મેં દીપડાના ગળે લટકી, હાથમાં દાતણ કાપવા માટે લીધેલી દાતરડી દીપડાને મારી દીધી હતી. એટલે દીપડો ભાગી ગયો ને હું બચી ગયો.> મયલા માલજી વસાવા, ઈજાગ્રસ્ત
અન્ય સમાચારો પણ છે...