તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવકામાં જંગલમાં કિશોર ઉપર દીપડાનો હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ તાલુકાના બાવકા ગામના જંગલમાં બકરા ચરાવવા માટે ગયેલા કિશોર ઉપર દીપડાએ હુમલો કરીને ગંભીર રૂપે ઘાયલ કરતાં ખળભળાટ મચી ગયો હતો. કિશોરને ગંભીર હાલતમાં દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયો છે.

દાહોદ શહેર નજીક આવેલા બાવકા ગામના નાની નાડના પરમાર ફળિયામાં રહેતો 16 વર્ષિય રાહુલ શૈલેષ પરમાર બપોરના સમયે જંગલમાં બકરા ચરાવવા માટે ગયો હતો. ત્યારે બપોરના 3 વાગ્યાના અરસામાં જંગલમાં સંતાયેલા દીપડાએ રાહુલ ઉપર હુમલો કરી દીધો હતો. તેના માથામાં બે પંજા મારતા રાહુલ ગંભીર રૂપે ઘાયલ થઇ ગયો હતો. આ જોઇને તેની સાથેના અન્ય લોકોએ બુમાબુમ કરતાં દીપડો નાસી છુટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં જંગલમાં ધસી ગયા હતાં. 108 બોલાવીને ઘાયલ રાહુલને પહેલાં બાવકાના સરકારી દવાખાને લઇ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રથમ વખત બનેલી દીપડાના હુમલાની ઘટનાથી ગામના લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલાં શહેર નજીક આવેલા નીમનળિયા ગામમાં દીપડો એક ઘરના પ્રાંગણમાં ઘુસીને વાછરડીનું મારણ કરી ગયો હતો.

કિશોરને ગંભીર હાલતમાં ઝાયડસમાં ખસેડાયો : માથામાં બે પંજા માર્યા

ઘટનાથી આખા ગામમાં ભયની લાગણી ફેલાઇ

_photocaption_બાવકા ગામે દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત કિશોરની તસવીર.*photocaption*
અન્ય સમાચારો પણ છે...