તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનતા કર્ફ્યૂમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગરના ડેપોની બસો બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

21 માર્ચે ગોધરા વિભાગના રૂટો સાંજે 6 સુધી સંચાલન કરાશે

ગોધરા, દાહોદ. કોરોના વાયરસ અંતર્ગત તા.22 માર્ચ, રવિવારે જનતા કરફ્યુના સમયગાળા દરમ્યાન ગુજરાત એસ. ટી.ની બસ સર્વિસોનું સંચાલન બંધ રહેનાર છે. દેશના પ્રધાન મંત્રીએ સમગ્ર રાષ્ટ્રમાં સ્વયંભૂ ધોરણે ઘરની બહાર ન નીકળી જનતા કરફર્યુનો અમલ કરવા આહવાન કરેલ છે. જે અંર્તગત તા। 22-3-’20 ને રવિવારે સવારે 7 થી રાત્રિના 9 સુધી સુધી ગોધરા એસ.ટી. વિભાગના પંચમહાલ જીલ્લાના ગોધરા, હાલોલ અને દાહોદ જીલ્લાના દાહોદ, ઝાલોદ, બારીયા સાથે મહીસાગર જીલ્લાના લુણાવાડા અને સંતરામપુર ડેપો ખાતે આવાગમન કરતી તમામ બસ સર્વિસોનું સંચાલન બંધ રાખવા નિર્ણય લીધો છે. 22 માર્ચે સવારે 7થી રાતના 9 કલાક સુધી ગોધરા અેસટી વિભાગના ગોધરા હાલોલ, દાહોદ, ઝાલોદ, બારીઅા લુણાવાડા , સંતરામપુર ડેપોના તમામ બસ સર્વિસ બંધ રાખવા નિર્ણય લેવાયેલ છે.21 માર્ચ શનિવારે અેસટી નિગમ ગોધરા વિભાગના તમામ ડેપોના તમામ રુટો સાંજના 6 વાગ્યા સુધી જ સંચાલન કરાશે. રાત્રી રોકાણની સર્વિસોને રાત્રી રોકાણના સ્થળેથી પરત ડેપો બસ લાવવા નિર્ણય લેવાયો હોવાથી શનિવારના સાંજના 6 વાગય્ા પહેલા મુસાફરોઅે પોતાના વતનમાં પહોચવા અનુરોધ વિભાગીય નિમાયક બી.અાર.ડીડોંરે જણાવેલ હતું.
અન્ય સમાચારો પણ છે...