કરોડીયા ગામે નોનજવેની હોટલો, ખાણીપીણીની લારીઓ બંધ કરાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરાની કરોડીયા ગ્રામપંચાયત દ્વારા પણ કોરોના વાયરસને લઇને લોકો એકત્ર ન થાય અને ખાણી-પીણીની લારીઓ સદંતર બંધ કરવા માટે પંચાયત દ્વારા 50 જેટલા લોકોને નોટીસ ફટકારવામાં આવી છે. ફતેપુરાને અડીને આવેલા કરોડીયા ગ્રામપંચાયત દ્વારા પણ આજરોજ પોતાની હદ વિસ્તારમાં ચાલતી વેજ નોનવેજની હોટલો, કતલખાનાઓ, ખાણીપીણીની હોટલો, નાસ્તા હાઉસો, પાણી પુરી, ચાની લારીઓ કોરોના વાયરસની ફેલાતી દહેશતને લઇને સાવચેતીના ભાગરુપે સદંતર બંધ કરવા માટે પંચાયત દ્વારા 50 થી વધુ દુકાન દારોને નોટીસ ફટકારી જાણ કરવામાં આવી છે. કરોડીયા પંચાયતની હદ વિસ્તારમાં આવતા આધાર મોલ અને અન્ય એક મોલના માલિકે 30 માર્ચ સુધી સ્વેચ્છાએ મોલો બંધ રાખવા જણાવ્યું છે. દુકાન દારોએ પણ પંચાયતના આ હુકમને સ્વિકારી સાથ સહકાર આપવાની વાત કરી 22 માર્ચ જનતા કરફ્યુમા પણ સહભાગી થવાની ખાતરી આપી હતી.

આદેશનંુ પાલન ન કરનારને 5000 હજારનો દંડ

જનતા કફર્યૂમાં પણ જોડાવા હાકલ કરી

કરોડીયા ગ્રામપંચાયતની હદમાં ચાલતી 50 થી વધું વેજ નોનવેજ, ખાણી પીણી, પાણીપુરીઓ, પાનના ગલ્લા વાળાઓને સંદતર બંધ કરવા માટે નોટીસ ફટકારી છે. જનતા કરફ્યુમા પણ જોડાવવા લોકોને હાકલ કરી છે. >હિતેશભાઇ નટવરભાઈ કલાલ, ડેપ્યુટી સરપંચ કરોડીયા
અન્ય સમાચારો પણ છે...