તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે ઘરગથ્થંુ ઉપચારની જ્યોતિ મહિલા મંડળની અપીલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ઘરગથ્થુ ઉપાય તરીકે લવીંગ, કપૂરની ગોટી, ગૂગળ, એલચી, તુલસીના પાન, સુકા ધાણાનો અધકચરો પાઉડર, લીમડાના સુકા પાનનો ધૂપ સહિતનો ઉપયોગથી ક્વાથ બનાવવા જ્યોતિ મહિલા મંડળે મહિલાઓને અપીલ કરી છે.

હાલમાં વિશ્વના 200 દેશમાં પગપેસારો કરનારા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આકરાં પગલાં લીધા છે. ત્યારે કોરોના વાઈરસથી બચવા તેમજ તેના સંક્રમણને રોકવા માટે જ્યોતિ મહિલા મંડળે રસોડામાં વપરાતા મસાલાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જેમાં તકેદારીના પગલાંના ભાગરૂપે બે નંગ લવિંગ, બે કપુરની ગોટી, એક એલચી, થોડો ગૂગળ, 15 કડવા લીમડાના સુકા પાનનો સવાર-સાંજ છાણાંમાં ધૂપ ઘરમાં કરવો. નાકમાં ઘી, દીવેલ કે તલના તેલને લગાવવું. હળદર અને સાકરવાળું દૂધ પીવું. ભીડમાં જવું નહી, હાથથી સંપર્ક કરવો નહી. વાસી ખોરાક ખાવો નહી. એક ચમચી ગીર ગાય અર્ક અડધા કપ પાણીમાં લેવા જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગરના પ્રમુખ ડો.ચેતના બુચે અપીલ કરી છે.આ ઉપરાંત રોગપ્રતિવર્ધક ક્વાથ માટે એક ચમચી ગળોનો પાઉડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી જીરૂ પાવડર, એક ચમચી આખા સુકા ધાણાનો અધકચરો પાઉડર, 15 તુલસીના પાનને એક લીટર પાણીમાં નાંખીને ઉકાળીને 750 એમએલ પાણી બનાવીને એક કપ કુંટુબના દરેક વ્યક્તિએ નરણાં કોઠે લેવા પણ જ્યોતિ મહિલા મંડળના પ્રમુખે જણાવ્યું છે.

લવીંગ, કપુરની ગોટી, ગુગળ, એલચીનુ સેેવન કરો

_photocaption_{ કોરોના સામે ઘરગથ્થંુ ઉપચારની જ્યોતિ મહિલા મંડળે અપીલ કરી.
*photocaption*
અન્ય સમાચારો પણ છે...