તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ પ્રવાહના વાયરોમાં સ્પાર્ક થતા કપાસ આગની ઝપેટમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલામાં બપોરના સમયે અચાનક હવામાને પલટો લીધો હતો તેવા સમયે નવા સુદામડાના પાદરના વાડીઓમાંથી પસાર થતી વીજ પ્રવાહના વાયરોમાં અચાનક સ્પાર્ક થતા આગ લાગી હતી અને દિવ્યેશભાઇ બાબુભાઇ રાવલની વાડીના શેઢે રહેલા વાડને લપેટમાં લઇને આગે વિકરાળ સ્વરુપ ધારણ કયુ હતુ અનેક ખેડુતોની વાડીમાં ખેત મજુરોના અભાવે કપાસની વીણી બાકી જોવા મળે છે. ત્યારે પાદરની વાડીના આગના બનાવે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો આગના બનાવની જાણ ગ્રામજનોને જાણ થતા યુવાનોએ આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતો આ બાબતે સાયલા પી.જી.વી.સી.એલની કચેરીએ પણ જાણ કરીને વીજ પ્રવાહ બંધ કરાવતા આગ ઝડપભેર કાબુમાં આવી હતી અને અને અનેક ખેડૂતોના પાક બચી જવા પામ્યો હતો જેના કારણે આગ કાબુમાં આવતા ખેડૂત પરિવારે હાશકારો અનુભવ્યો હતો પરંતુ કપાસના છોડને વ્યપાક પ્રમાણમાં નુકશાન થયું હતું.

વીજ પ્રવાહના વાયરોમાં સ્પાર્ક થતા કપાસ આગની ઝપેટમાં

ભાસ્કર ન્યૂઝ | સાયલા

નવા સુદામડાના પાદરના વાડીઓમાંથી પસાર થતા

અન્ય સમાચારો પણ છે...