કોરોનાની બીકે માનવતા કોરાણે મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે કોરોનાએ એવો તો ભય ફેલાવ્યો છે કે એના લક્ષણો ન હોય તો પણ સામાન્ય તાવ, શરદી કે ખાંસીમાં પણ બીક લાગવા લાગે અને તબીબ પાસે દોડી જવું પડે. આવા સમયે જ્યારે તબીબમાં ભગવાન દેખાતા હોય, અને એ જ જ્યારે નિરાશ કરે ત્યારે લોકો ક્યાં જાય? વાંકાનેરના એક તબીબે આવો જ દાખલો બેસાડ્યો અને એવી દલીલ કરીને પેશન્ટને રવાના કરી દીધા કે તે મારી દવા નથી લેતા, તો આવા સંજોગોમાં હું એને સારવાર નહીં આપું. વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહીશ નિર્મળાબેન રવિશંકર ઠાકરને હાર્ટની બીમારી હોવાથી ડો. પ્રકાશ ધરોડિયાની શામ નર્સિંગ હોમ ખાતે લઇ જવાયા હતા. પરંતુ આખી હોસ્પિટલ ધરાવતા આ તબીબે દર્દીને કોઇ પણ પ્રકારની સારવાર આપી ન હતી અને ચોખ્ખી ના પાડી દીધી કે અહીં આવવું નહીં. આ જવાબ સાંભળીને દર્દીના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઇ હતી અને અન્ય દવાખાને નિર્મળાબેનને ખસેડવા પડ્યા હતા. આ તબીબે દર્દીની ઉંમર પણ જોવાની તસદી લીધી ન હતી. બાદમાં પેશન્ટને શહેરની ટ્રસ્ટ સંચાલિત પીર મસાયખ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં તાત્કાલિક સારવાર મળતાં તેમની હાલતમાં સુધારો દેખાયો હતો.

તબીબના આવા ઉધ્ધત અને માનવતાવિહિન જવાબથી પરિવારજનોની હાલત કફોડી થઇ ગઇ હતી. એક ડોક્ટર ઉઠીને આવો જવાબ આપે તે કેમ માની શકાય!

મેં દર્દીને મિટિંગનું કીધું જ નથી

મેં સાહેબને કીધું હતું કે તમે દર્દીને જોવા આવજો. મારે જ સારવાર આપવાની હતી એ મેં આપી દીધી. બાકીનું મને ન ખબર હોય. > ઉર્મિલાબેન, નર્સ

હું ડોક્ટરને શોધવા ગયો

મારા પિતાને છાતી અને ગળામા દુખાવો ઉપડતાં હું તબીબને શોધવા તેમની ચેમ્બરમાં ગયો. નર્સે મને એવું કહ્યુ઼ કે સાહેબ મિટિંગમાં ગયા છે, મેં તેમને ચેમ્બરમાં ફોનમાં બીઝી જોયા.
> મુળજીભાઇ ચૌહાણ, દર્દીનો પુત્ર

મારે ઉપર માહિતી આપવાની હતી

અત્યારે સુરત અને મહારાષ્ટ્રથી દર્દીઓ આવતા હોય છે, અને તેની માહિતી મારે મોબાઇલના માધ્યમથી આપવાની હોય છે. તેમને ઇન્જેક્શન આપી દેવાયું હતું અને ખાટલામાં જવાનું કહ્યું હતું. લેબોરેટરી ખુલે એટલે રિપોર્ટ કરવા કહ્યું હતું. હું મોબાઇલમાં ગેમ રમતો હતો એ વાત ખોટી છે.> ડો. મૈત્રી, મેડિકલ ઓફિસર

ગોંડલના આગેવાનોએ માળિયાની ગર્ભવતી સ્ત્રીને ઘરે પહોંચાડી

ભાસ્કર ન્યૂઝ | ગોંડલ

માળીયામીયાણાની ગર્ભવતી મહિલા રાજકોટ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ પરત ઘરે જઈ રહી હતી ત્યારે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને ગોંડલ પહોંચતા નગર પાલિકા તંત્ર અને સેવાભાવીઓ તેના વહારે પહોંચ્યા હતા મહિલાને તાકીદે તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી સરાહનીય કાર્ય કર્યું હતું. સિસોદિયા દોલુભાઈના પત્ની સાત માસથી ગર્ભવતી હોય રાજકોટ મેડિકલ સારવાર માટે પહોંચ્યા હતા પરંતુ કોઈ વાહન ન મળતા છૂટક વાહનમાં બેસી ગોંડલ ઉમવાડા ચોકડી એ પહોંચ્યા હતા ત્યારે ઘટનાની જાણ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા સદસ્ય કૌશિકભાઇ પડારીયા કિશોર યુવક મંડળ પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા અને ગૌ સેવક ગોરધનભાઈ પરવડાને થતા પાલિકાની એમ્બ્યુલન્સ મારફત તેમને ઘરે પહોંચાડ્યા.

જસદણની સિવિલમાં દર્દીના બે કલાક તરફડ્યા, તબીબ ન દેખાયા

કોરોનાની બીક આજે જન જનને એવી તો લાગી રહી છે કે જરા જેટલી તબીયત નાદુરસ્ત લાગે તો પણ જીવ તાળવે ચોંટી જાય, એવા સમયમાં જ્યારે ઉંમરલાયકોની તબીયત લથડે અને હોસ્પિટલના પગથિયે પહોંચે ત્યારે તેમને માનવતાની મિસાલ ગણાતા તબીબો તરફથી જ જાકારો મળે ત્યારે પેશન્ટની અને તેમના પરિવારજનોની હાલત કેવી થતી હશે? આવા જ બે કિસ્સા રાજકોટના જસદણમાં અને મોરબીના વાંકાનેરમાં બન્યા હતા, જેમાં તબીબે પોતાનું ઇમાન જાણે ગીરવે મૂકી દીધું અને માનવતાને શર્મસાર કરી દીધી. તો બીજી તરફ ગોંડલમાં સેવાભાવીઓ અને નગરપાલિકાના અધિકારીઓએ માળિય મિયાણાની 7 માસની ગર્ભવતી મહિલાની કોઇપણ જાતની ઓળખાણ પિછાણ વગર મદદ કરી હતી અને તેને હેમખેમ ઘરે પહોંચવામાં મદદ કરી માણસ હોવાનો પુરાવો આપ્યો.

વાંકાનેરના તબીબે 81 વર્ષના દર્દીને સારવારની ના પાડી

ભાસ્કર ન્યૂઝ | જસદણ

લોકડાઉનની જાહેરાત અને કોરોનાના કહેરને પગલે તબીબને ખડેપગે સેવા બજાવવા આદેશ કરાયો હોવા છતાં જસદણની સરકારી હોસ્પિટલમાં ગોડલાધારના 75 વર્ષના કુકાભાઇ મનજી ચૌહાણને હાર્ટની તકલીફ થતાં બે કલાક સુધી બાંકડા પર સુઇને તરફડ્યા છતાં તબીબ ન ડોકાયા. બીજે ક્યાંય જઇ શકાય તેમ ન હતું આથી દર્દીના સગાએ ડોક્ટરની ચેમ્બરમાં તપાસ કરતાં તેઓ મોબાઇલમાં વ્યસ્ત હોવાનું માલૂમ પડયું હતું અને પરિવારજનોનો રોષ જોઇ તબીબ ચેમ્બર મૂકીને નાસી ગયા હતા. ગોડલાધાર ગામના વૃધ્ધ દર્દીને આ અનુભવ થયો હતો.

જેતપુરના તબીબે કહ્યું મને ફોન કરો હું સારવાર કરીશ

જેતપુરના ડોક્ટર સિતાપરાએ તબીબ ધર્મ નિભાવતા જણાવ્યું છે કે, બાળક હળવી બિમારીથી પિડાઇ રહ્યું હોય તો વોટ્સએપ પર જ મારો સંપર્ક કરી શકો છો. હું અનુકુળ સમયે દવા લખી મોકલીશ. હોસ્પિટલની બિનજરૂરી દોડાદોડી ન કરો.

અહીં માનવતા મહેકી

મારા પેશન્ટ ન હોય તેમને હું સારવાર આપતો નથી- ડો. ધરોડિયા

દર્દીના સગાઓને પ્રકબાશ ધરોડિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તમે અમારા પેશન્ટ નથી. આથી હું તમને સારવાર નહીં આપું. તમે જેમની પાસે સારવાર લો છો, એમની પાસે જ જાવ.
અન્ય સમાચારો પણ છે...