તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનમાં બે માસ લોક ડાઉન કર્યુ ત્યારે કોરોના કંટ્રોલ થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસ ઉપદ્રવનું એપી સેન્ટર એવા વુહાનથી 128 કિ.મી. દૂર આવેલા ઇવુ સીટીથી મહેમદાવાદમાં એક યુવાન આવ્યો છે. ઇવુ સીટીમાં આ યુવક ધંધાર્થે વસવાટ કરે છે. પરંતુ જાન્યુઆરી માસમાં ચીનમાં કોરોના વાઇરસનો ઉપદ્રવ કૂદકેને ભૂસકે વધી જતા આ યુવક તેની પત્ની અને બાળકને લઇને મહેમદાવાદ આવીને વસ્યા છે. મહેમદાવાદ તેઓનું વતન છે, જ્યાં નજીકમાં તેઓનું ખેતર છે, અને અહીંના તેઓ ખેડૂત પણ છે. ચીનનું ઇવુ સીટી મોટુ બ્યુઝનેસ હબ છે, જ્યાં તેઓ ગારર્મેન્ટસ, શોક્સ અને બીજો ધંધો કરે છે. વર્ષોથી તે ચીનમાં ધંધાર્થે અવરજવર કરતા રહે છે. પણ કોરોના વાઇરસના કારણે 18 જાન્યુઆરી, 2020ના રોજ આ યુવક પોતાના પરિવાર સાથે ચીનથી પરત આવ્યા બાદ આવ્યા બાદ પરત ગયો નથી.

પોતાનું નામ નહીં આપવાની શરતે મહેમદાવાદના આ યુવકે જણાવ્યું હતું કે, હાલ ભાઇ પોતાના પરિવાર સાથે ઇવુ સીટીમાં વસવાટ કરે છે. કોરોના વાઇરસને નાથવાનો ઉત્તમ ઉપાય પ્રજાના હાથમાં જ છે. બિનજરૂરી સંજોગોમાં પ્રજાએ બહાર નીકળવાનું, ટ્રાવેલીંગ કરવાનું, ભીડ ભેગી થાય તેવું કોઇ કાર્ય ન કરવાનું તથા એકબીજાને શેકહેન્ડ કરવાનું ટાળવું જોઇએ. ભારત જેવા વધુ વસતિ અને ઓછા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા દેશ માટે આ જ ઉત્તમ ઉપાય છે. વુહાનમાં કોરોના વાઇરસ કાબુમાં આવ્યો તેનું મહત્વનું કારણ એ છે કે ત્યાંની પ્રજાએ સ્વયંભૂ દોઢ-બે માસ સુધી લોક ડાઉન કર્યુ. શક્ય હોય તો ભારતમાં પણ આ અખતરો કરવો જોઇએ, તો જ કોરાનાના વાઇરસ પર નિયંત્રણ મેળવી શકાશે. થોડા દિવસ અગાઉ મને ખાંસી થઇ હતી. હવે સ્થિતિ સુધરી છે, પણ સીઝનના કારણે શરદીની તકલીફ રહે છે. આરોગ્ય વિભાગની ટીમ અત્યાર સુધી તો મારા ઘેર આવી નહોતી. ફક્ત શનિવારે આવી હતી, અને ઇન્ડિયા આવ્યા બાદ ક્યાં ક્યાં ગયો ? અને કોને મળ્યો વગેરે બાબતની પૂછપરછ કરી હતી. એ સિવાય કોઇ કાર્યવાહી કરી નથી.

વુહાનથી 128 કિમી દૂર રહેતા યુવકે કહ્યું

યુવક પરિવાર સાથે મહેમદાવાદ વસ્યો

અન્ય સમાચારો પણ છે...