સાણંદના શેલામાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ તાલુકાના શેલા ગામ કે જે હાલ સાઉથ બોપલ નજીકનો પોશ વિસ્તાર ગણાય છે ત્યાં કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને આ દર્દીના ફેમીલી મેમ્બર્સના પણ યુદ્ધના ધોરણે રિપોર્ટ કરાવતા નેગેટીવ આવતા રાહતનો દમ લીધો હતો.

સાણંદના શેલામાં યુકેથી પરત ફરેલ દર્દીને સારવાર હેઠળ બોપલની લક્ષ્મી હોસ્પિટલ ખસેડાયો હતો. આ બાબત જિલ્લા આરોગ્ય તંત્રની ધ્યાને આવતા જ આ દર્દીને અમદાવાદ સિવિલ આઈસોલેશન વોર્ડમાં ખસેડી રિપોર્ટ કરાવતા પોઝીટીવ રિપોર્ટ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સતિષભાઈ મકવાણાની ટીમે ઉપરોક્ત કોરોના પોઝીટીવ દર્દીએ જ્યાં સારવાર લીધી હતી. તે બોપલની લક્ષ્મી હોસ્પિટલને સીલ કરી તેના ડોક્ટર તથા સ્ટાફને ક્વોરોન્ટાઇનમાં રાખી તમામને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી હતી.સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અજીતભાઈ શાહે જણાવ્યું હતું કે રવિવારે જનતા કરફ્યુને એસોસિએશનનું સંપૂર્ણ સમર્થન છે અને આ દિવસનો કર્મચારીઓનો પગાર નહીં કાપવા અમે માલિકોને અપીલ કરી છે. ઉપરાંત 144ની કલમ લાગુ કરી દેવાઇ છે.

કોરોના કહેર : કેસ મળતા દોડધામ

જે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તે લક્ષ્મી હોસ્પિટલ સીલ કરવામાં આવી
અન્ય સમાચારો પણ છે...