કોરોના ઈફેક્ટ ઃ ખેડા જિલ્લાના નાગરિકોને મફત અનાજ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરની સાથે ખેડા જિલ્લામાં ચાલી રહેલા લોકડાઉનના પગલે ધંધા - રોજગાર ઠપ થઇ ગયાં છે. ખાસ કરીને છૂટક મજુરી કરી જીવન ગુજારતા પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે. પરિવારમાં બે ટંકનું ભોજન પણ દોહ્યલુ બની જાય તેવી સ્થિતિ ઊભી થાય તેવો ભય રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સરકારે તમામ નાગરિકોને નિ:શુલ્ક અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું સહિતની વસ્તુઓ રેશનકાર્ડ ધારકને આપવામાં આવશે.

ખેડા જિલ્લામાં લોકડાઉનની વ્યાપક અસર હેઠળ ધંધા રોજગાર બંધ થયા છે. જેને કારણે છુટક મજુરી કરનારા રોજિંદી મજુરી કરી આવક મેળવનારા રોજમદાર, લારી ગલ્લા, રિક્ષાવાળાને આર્થિક ફટકો પડ્યો છે. જેને કારણે તેઓને હાડમારી ભોગવવી ન પડે તે માટે સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં નિ:શુલ્ક રાશનનો જથ્થો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, એક કિલો દાળ, એક કિલો મીઠું અને એક કિલો ખાંડ આપવામાં આવશે.

લોકડાઉનના પગલે ભૂખમરો ન ફેલાય તે માટે પગલાં ભરવાના શરૂ

ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું સહિતની વસ્તુઓ આપવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...