તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં કુકીંગ સેમિનાર | લઝાનિયા, નાચોસ વિથ સાલ્સા એન્ડ બીન્સ, મેક્સિકન વ્રેપ્સ, કાજુન પોટેટોસ જેવી વાનગી બનાવાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર : જેસિઆઇ જામનગરની જેસીરેટ વિંગ દ્વારા તાજેતરમા કુકિંગ સેમિનાર યોજવામાં આવ્યો હતો. સેમીનારમાં ચીફ ફેકલ્ટી ઓફ ધ શેફ કુકિંગ એકેડમી એન્ડ યુટ્યૂબર તથા જેસી આઇ જામનગરના પાસ્ટ જેસીરેટ ચેર પર્સન મિસિસ તન્વીબેન છાંયા દ્વારા વિવિધ ઇટાલીયન અને મેક્સિકન વાનગીઓ શીખડાવવામાં આવી હતી જેમા લઝાનિયા, નાચોસ વિથ સાલ્સા એન્ડ બીન્સ, મેક્સિકન વ્રેપ્સ, કાજુન પોટેટોસ જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. સેમિનારમાં તમામ મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતાં. કાર્યક્રમની સ્પોન્સરશીપ કીચન’સ હેવન દ્વારા અપાઈ હતી. તમામ પાર્ટીસીપેટને જેસી આઇ જામનગર દ્વારા સર્ટિફિકેટ આપવામા આવ્યા હતાં. જેસી આઇ જામનગરમાથી પાસ્ટ જેસી રેટ ચેરપર્સન જેસરેટ ડિમ્પલ રાયઠઠ્ઠ્ા અને જેસી આઇ જામનગરમાથી ખજાનચી જેસી સમર્થ લુકકા, જે જે ખિલન પાટલીયા ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા જેસી આઇ જામનગર પ્રમુખ જેએફએમ કુણાલ સોની તથા જેસીરેટ ચેરપર્સન કૃપા સોનીના માર્ગ દર્શન હેઠળ જેસીરેટ બતુલ હઝુરીએ જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...