તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાની સામલીના કોગ્રેસના ઉમેદવાર છ વર્ષ માટે સસ્પેન્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકાની સામલી બેઠકની તાલુકા પંચાયત સભ્યની પેટા ચુંટણીમાં ભાજપ અને કોગ્રેસ પક્ષના ઉમેદવારે ઉમેદવારી નોધાવી હતી. કોગ્રેસના જશવંતસિંહ પટેલે મેન્ડેટ ફોર્મ ભર્યું હતુ. જશવંતસિહ પટેલે દબાણ, લોભ કે લાલચમાં કોગ્રેસ અાગેવાનોને જાણ કર્યા વગર ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા. સામલી તા. પં. બેઠકના ઉમેદવાર જશંવતસિંહ પટેલે કોગ્રેસના અાગેવાનોઅે મુકેલ વિશ્વાસનો છેદ્દ ઉડાડી કોગ્રેસને નુકસાન થતા અા રીપોર્ટ જીલ્લા કોગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીઅે ગુજરાત કોગ્રેસ સમીતીને કરેલ હતી.અા ગભીર બાબતને ધ્યાને લઇ પંચમહાલ જીલ્લા કોગ્રેસના પ્રમુખે ગોધરા તાલુકા પંચાયત 27 સામલી અનુસુચીત જનજાતી બેઠકના પેટા ચુંટણીના ફોર્મ પરત ખેંચી લેનાર ઉમેદવાર જશંવતસિંહ પર્વતસિંહ પટેલને કોગ્રેસ પક્ષના પ્રાથમીક સભ્ય પદેથી અાગામી છ વર્ષ માટે પક્ષમાંથી ચુંટણી લડી ન શકે તે રીતે કોગ્રેસમાંથી સસ્પેન્ડ કરવા અાદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...