ડાકોરમાં હોમ ક્વોરોન્ટાઇન કરેલ યુવક ફરતો દેખાતાં ફરિયાદ નોંધાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળ લુણાવાડામાં રહેતો યુવકને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો હોવાછતાં પણ તે ડાકોરમાં તેના સગાંને મળવા માટે અને બજારમાં શાકભાજીની ખરીદી કરવા ફરતો હોવાનું જાણવા મળતાં આ મામલે ડાકોર પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મહિસાગર જિલ્લાના લુણાવાડાના ઢેસીયા ગામે રહેતો અંકુર મહેન્દ્રભાઇ પટેલ (ઉ.વ.22) આફ્રિકાથી આવ્યો હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેને તા. 17-03-2020 થી 31-03-2020 સુધી હોમ ક્વોરેન્ટાઇનની સલાહ આપવામાં આવી હતી. જોકે તેમછતાં અંકુર તા. 18-03-2020 ના રોજ ડાકોરમાં રહેતાં તેના સગાને મળવા ગયો હતો. બાદમાં 20-03-2020 ના રોજ પણ તે ફરીથી ડાકોરમાં રહેતા અન્ય એક સગાંના ઘરે જઇને ત્યાં રોકાયો હતો અને ડાકોરમાં શાકભાજીની ખરીદી કરવા પણ ગયો હતો. અંતે આ મામલે ઠાસરાના તાલુકા હેલ્થ ઓફિસર રજનીકાંત સતીષચંદ્ર પટેલની ફરિયાદના આધારે ડાકોર પોલીસે અંકુર પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તંત્રની 31 માર્ચ સુધી હોમ ક્વોરેન્ટાઈમાં રહેવાની સલાહ

મૂળ લુણાવાડાના ઢેસીયાનો યુવક આફ્રિકાથી આવ્યો છે

અન્ય સમાચારો પણ છે...