તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળક ઉઠાવતો હોવાનું માની શખ્સને માર મારતા ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં આવેલી એરીઝોના હોટલ પાસે ગુરૂવારે સાંજે સાડા પાંચ કલાકે એક યુવક બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કરતો હોવાનું સ્થાનિકોને લાગતા જ લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતા. જેને પગલે યુવક બાળક ઉઠાવગીર હોવાનું માનીને સ્થળ પર એકત્ર થયેલા ટોળાએ યુવકને બેરહેમીથી માર માર્યો હતો. દરમિયાન, આ યુવકે પોતે બાળકીને રસ્તામાંથી સાઈડમાં ખસેડતો હોવાનું જણાવ્યું હતું. તપાસમાં યુવક બોરસદ ચોકડી સ્થિત એકતાનગર છાપરામાં રહેતો હરમાનસિંગ સરદાર હોવાનું ખૂલ્યું હતું. યુવક પાસેથી નગરપાલિકાનુ શહેરી ફેરિયા તરીકેનું ઓળખ કાર્ડ તથા આધાર કાર્ડ પણ મળ્યુંં હતું. આ બનાવ અંગે ટોળાના મારનો ભોગ બનેલા યુવકે આણંદ શહેર પોલીસ મથકમાં માર મારનાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બોરસદ ચોકડી પાસે શખ્સે રહેતો હોવાનું ખુલ્યું

અન્ય સમાચારો પણ છે...