તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાલા ગામે કોન્ટ્રાક્ટરે કંપનીના સંચાલકને ધમકી આપતા ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડાના વડાલા ગામે જ્યુપીટર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજીસ્ટીક પાર્કના માલિક ચંદ્રેશ ભવરલાલ બીરલા (રહે. મુંબઇ)એ 18મી માર્ચ, 18ના રોજ કંપનીના કમ્પાઉન્ડમાં ગોડાઉન બનાવવા માટે વિરલ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ગોડાઉન એક વર્ષમાં પુરૂ કરી આપવાનો કરાર કરવામાં આવ્યો હતો. બાદમાં 18મી મે, 19ના રોજ કંપનીમાં બીજું ગોડાઉન બનાવવાનો કોન્ટ્રાક્ટ વિરલ શાહને આપ્યો હતો. જે 90 દિવસમાં પુરૂ કરવાનું હતું. જેના માટે રૂ.22 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. જોકે, આ કામના કરાર મુજબ ગોડાઉન બનાવ્યું નહતું. આથી, તેમને આ કામમાંથી ટર્મીનેટ કર્યાં હતાં અને જાતે મજુરોથી કામ ચાલુ કર્યું હતું. આથી, વિરલ શાહ અને તેમનો માણસ રિવોલ્વર લઇ સાઇટ પર મજુરોને ધમકીઓ આપતાં હતાં.18મીઅે કન્સ્ટ્રકશન સાઇટ પર નારાયણ ખંડેરવાલ કામ કરતા હતા તે વખતે સાંજના વિરલ શાહ કારમાં આવ્યો હતો અને નારાયણને અમારો માલ સામાન વાપર્યો છે, તેના પૈસા આપો નહીં તો હું તમને જાનથી મારી નાંખી તેવી ધમકી આપી, કંપનીનો ગેટ બંધ કરી દીધો હતો. આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કંપનીનો ગેટ બંધ કરી માલ સામાન માટે નાણાં માંગ્યા

અન્ય સમાચારો પણ છે...