દવાપુરામાં માર મારનાર પતિ-દિયર સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં રહેતા યાસ્મીનબીબી ઇમામમીયાં મલેકને તેમના પતિ સાથે મનદુ:ખ થયા બાદ તેઓ અલગ રહેતાં હતા. જોકે યાસ્મીનબીબીએ અનેકવાર પોતાની ભૂલની માફી માંગવા છતાં પતિ સ્વીકારતો ન હોવાથી તેઓ વારંવાર સંતાનોને મળવાનો પ્રયાસ કરતાં હતા. પિતા સાથે રહેતા પુત્રને યાસ્મીનબીબીએ ફોન કરીને ઘરે આવવા માટે મંજુરી માંગતા,દીકરાએ હા પાડતાંની સાથે જ યાસ્મીનબીબી પતિ - પુત્ર પાસે રહેવા ગયા હતા. રાત્રિના સમયે પતિએ કોઇ વાતચીત કરી ન હતી. સવારે ચા પાણી કરીને પતિ -પુત્ર બંને બહાર ગયા બાદ, યાસ્મીનબીબી ઘરનું કામ કરતાં હતા. આ સમયે તેમના પતિ ઇમામમીયાં કાલુમીયાં મલેક પરત આવ્યા હતા અને ઘરમાંથી ધારિયું લઇને યાસ્મીનબીબીને મારતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે પતિની ચઢામણી કરનાર દિયર જાકીરમીયાં કાલુમીયાં મલેક તથા યાસ્મીનબીબીને ધારિયું મારનાર પતિ ઇમામમીયાં કાલુમીયાં મલેક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...