તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ શહેરમાં આડેધડ ભાવો વસુલવાની કલેકટરને ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના પગલે ચાલી રહેલા લોકડાઉનના સંજોગોમાં જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવો કરતા વધુ રકમ વસુલવામાં આવી રહી હોવાની ‌ફરિયાદો વલસાડ છીપવાડના તાલુકા હોલસેલ વેપારી મંડળ દ્વારા આ મામલે કલેકટરને ફરિયાદ કરવામાં આવી હતી.

વલસાડ તાલુકા હોલસેલ વેપારી મંડળે લોકડાઉનમાં વહીવટીતંત્રને સહયોગ આપવા ખાત્રી આપી બજારમાંથી અનાજ,કરિયાણાની ચીજવસ્તુઓ સંતોષજનક રીતે મળી રહે તેવું આયોજન કર્યું હતું,પરંતું કેટલાક શહેરમાં કેટલાક વેપારીઓ વધુ ભાવો વસુલ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.જેના પગલે હોલસેલ વેપારી મંડળના હોદ્દેદારોએ કલેકટરને રજૂઆતો કરી વ્યાજબી ભાવો લઇને ‌વેપાર કરવા તાલુકા હોલસેલ વેપારી મંડળના હોદ્દેદારોએ અપીલ કરી છે.

હોલસેલ વેપારી મંડળે કલેકટરનું ધ્યાન દોરવામાં આવ્યું

વધુ ભાવ વસુલનારા સામે કાર્યવાહી થશે

વલસાડ શહેરમાં અનાજ,કરિયાણાના જથ્થાબંધ બજારમાંથી વેપારીઓને પૂરતાં પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાય રહ્યો છે.છતાં વધુ ભાવો વસુલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ સામે કલેકટર સી.આર.ખરસાણે કડક કાર્યવાહી કરવા હોલસેલ વેપારી મંડળને જણાવ્યું છે તેવું મંડળના મંત્રી પ્રદિપ કોઠારીએ જણાવ્યું છે.

તો મહામંડળ સહયોગી નહિ બને

વલસાડ તાલુકા હોલસેલ વેપારી મંડળના મંત્રી પ્રદીપ કોઠારીએ વધુમાં જણાવ્યું કે, કોરોના વાયરસના સંજોગોમાં ઉદભવેલી પરિસ્થિતિના અનુસંધાનમાં જો કોઇ વેપારી જીવનજરૂરી ચીજવસ્તુઓના નિયત કરતા વધુ ભાવો વસુલતા કાનૂની કાર્યવાહી થશે તો વેપારી મંડળ તેમાં સહયોગ કરશે નહિ તેવી પણ તાકીદ કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...