જામનગરમાં બેકરી સંચાલક-પાન મસાલાના વિક્રેતા સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાર કે વધુ વ્યકિતને એકત્રીત ન થવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે જે જાહેરનામાના ભંગ મામલે જામનગરના બેકરી ધારક અને જોડીયાના મેઘપરના પાન મસાલા વિક્રેતા સામે ફોજદારી કાર્યવાહી કરાઇ છે.જયારે જામનગરમાં એકત્રિત થયેલા છ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર શહેર-જિલ્લામાં પ્રર્વતમાન સંજોગોમાં ચારથી વધુ વ્યકિતને એકત્રીત ન થવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે.જયારે ચા,પાન કે બેકરી સહીતની દુકાનો પણ બંધ રાખવા માટે તંત્ર દ્વારા તાકિદે કરાઇ છે.આમ છતા જામનગરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળ સરલાબેન આવાસ નજીક એક બેકરી ખુલ્લી રાખવામાં આવી હોવાનુ પોલીસના ધ્યાને આવ્યુ હતુ.આથી લોકડાઉનના ભંગ મામલે તેના સંચાલક અરવિંદ જેરામભાઇ ભદ્વા સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ચાર રસ્તા પાસે છ જેટલા શખ્સો ટોળે વળીને જાહેરનામાનો ભંગ કરતા મળી આવ્યા હતા. આથી પોલીસે તમામ શખ્સો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.જયારે જોડીયા તાલુકાના મેઘપરમાં પણ સ્થાનિક પોલીસને પાન મસાલાનુ વેચાણ કરતા એક વિક્રેતા મળી આવ્યો હતો જેની સામે જાહેરનામાના ભંગ મામલુ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...