ધામરડામાં મારી નાખવાની ધમકી આપતા 3 સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ તાલુકાના ધામરડા ગામમાં જુની અદાવતમાં ઝઘડો તકરાર કરી ધારીયા લાકડી જેવા મારકહથિયારોથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.

ધામરડા ગામના પ્રદિપભાઇ મડુભાઇ નલવાયા, યાક્ષીસભાઇ પ્રદીપભાઇ નલવાયા, રમણીબેન પ્રદિપતભાઇ નલવાયા ગામમાં જ રહેતા મહેન્દ્રસિંહ જીવણસિંહ સોલંકીની બોલેરો ગાડી ઉપર ડ્રાઇવર તરીકે કામ કરતાં વિજયભાઇ રમેશભાઇ બામણ્યાને તારા શેઠે કેમ મારી બાઇકને રસ્તામાં સાઇડ નહી આપેલ અને અગાઉ પણ તે મારા ઉપર બે વર્ષ પહેલા ફરિયાદ કરેલ છે એટલે તુ અમારા ધ્યામાં છે તેમ કહી વિજયભાઇને બિભત્સ ગાળો બોલતા હતા અને આજે તને પતાવી દઇશુ તેવી ધમકી આપતા હતા. જેથી જીવણસિંહ સોલંકીએ ઝગડો કરવાની ના પાડતા યાક્ષીસભાઇએ તેના હાથમાના ધારીયાની મુદર જીવણસિંહને ડાબા હાથની કોણીના ભાગે મારી ચામડી ફાડી નાખી હતી. તેમજ પ્રદિપભાઇએ તેના હાથમાની લાકડી વિજયભાઇને માથામાં મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કર્યા હતા. આ દરમિયાન લોકો દોડી આવી વધુ મારથી બચાવ્યા હતા. ઇજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખાતે લઇ જવાયાં હતા. મહેન્દ્રસિંહ જીવણસિંહ સોલંકીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...