કમલપુરા ગામે હોમ ક્વોરન્ટાઈનમાં રહેલો યુવાન ઘર છોડીને અન્ય જિલ્લામાં જતો રહેતાં ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવલી તાલુકાના કમલપુરા ગામે તારીખ 23-3-2020ના રોજ ચિરાગ દિલીપભાઈ પટેલ ઉ.વ.28 નેપાળ ગયો હતો. જ્યાંથી પરત ઘરે આવવા દિલ્હી એરપોર્ટથી આવ્યો હતો. વડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને આ બાબતે જાણ થતાં તેઓ પોતાના સ્ટાફ સાથે કમલપુરા ગામે ચિરાગ પટેલના ઘરે ગયા હતા. જ્યાં તેઓએ ચિરાગની પૂછપરછ કરી તેઓના હાથ ઉપર દિલ્હી એરપોર્ટ પરથી હોમ ક્વોરન્ટાઈનનો સિક્કો જોવા મળ્યો હતો. જેથી ચિરાગને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા સૂચના આપી હતી.

પરંતુ ચિરાગ પટેલ બીજા જ દિવસે પોતાના ઘરેથી અન્ય જિલ્લામાં નડીયાદમાં તેઓના બનેવીના ઘરે જતો રહ્યો હતો. આ બાબતની વડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબને જાણ થતાં તેઓ ફરીથી કમલપુરા ગામે જઈને તપાસ કરતા ચિરાગના પિતાએ જણાવ્યું હતું કે ચિરાગ નડીયાદ ગયો છે.

જેથી મેડીકલ ઓફિસરે તેઓના ઉચ્ચ અધિકારીને જાણ કરતા ઉચ્ચ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની સૂચના મળતા આજરોજ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે નેપાળથી આવીને પોતાના જ ઘરમાં 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવા સરકારના નિયમો
અનુસાર રહેવા જણાવવામાં આવ્યું હોવા છતાં વૈશ્વિક બિમારી કોરોના વાઈરસનો ચેપનો ફેલાવો તેઓના બહાર જવાથી થશે તેવી સંભાવનાની જાણ હોવા છતાં પોતાની કાયદેસરની જવાબદારી બને ફરજમાં ઈરાદાપૂર્વક ચૂક કરી પોતાના ઘરેથી બહાર નીકળી બીજા જિલ્લામાં જઈ બીજા લોકોના જીવ જોખમમાં મુકી ગુજરાત સરકારના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાનો ગુનો નોંધી નડીયાદ ગયેલા ચિરાગની નડીયાદ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં નડીયાદ પોલીસે ચિરાગની શોધખોળ કરી 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈનમાં
મુકી દીધો હતો.

ઉલ્લેખનિય છે કે સાવલી પોલીસે આજરોજ જાહેરનામાનો ભંગ કરી જાહેર માર્ગો પર બાઈક પર જતાં 3 બાઈક ચાલકો સામે પણ કાર્યવાહી કરી 3 બાઈક
ડિટેઈન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...