તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાંસોટમાં કોરોના વાઇરસ અનુલક્ષીને કલેક્ટર કચેરી ઇમર્જન્સી બેઠક યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાંસોટ સ્થિત મામલતદાર કચેરીના ખંડમાં નાયબ કલેકટર મિતેશ પટેલે દુનિયાનાં મોટાભાગ ના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ રોગ તથા વિધવા સહાય યોજનાના લાભાર્થીને વહેલામાં વહેલી તકે લાભ મળે તે હેતુથી વિવિધ કચેરીના કારચારીઓ તથા પદાધિકારીઓ સાથે ઈમર્જન્સી મીટીંગ યોજવામાં આવી હતી દરમ્યાન નાયબ કલેકટર મિતેશ પટેલે કોરોના વાઈરસ દરમિયાન રાખવાની તકેદારી વિષે વિસ્તૃત માહિતી આપી હતી તથા હાંસોટ તાલુકામાં વિધવા સહાય યોજનાની 1151 અરજીઓ આવી છે તેને માર્ચ મહિનામાં પૂર્ણ કરવા માટે તાલુકાના દરેક લાગતા વળગતા કર્મચારીઓ અને પદાધિકારીઓ સાથ સહકાર આપી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો અને અને કા - કા - બા હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ના કોઓર્ડીનેટર ભરતભાઈ ચાંપાનેરીયા એ કોરોના વાઈરસના પગલે કા-કા-બા હોસ્પિટલ માં આઇસોલેસન વોર્ડમાં ચાર બેડની સગવડ છે અને જરૂર પડે વધું બેડ ની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે મામલતદાર કચેરીના સર્કલ ઑફિસર ભરત પટેલ તથા સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાકાબા હોસ્પિટલ ખાતે 4 આઇસોલેટ બેડની વ્યવસ્થા ઉભી કરવા સૂચના

અન્ય સમાચારો પણ છે...