તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરદી- ખાંસી હોય તો સારવાર કરાવવી જરૂરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ ગંભીર છે. પરંતુ સાવચેતી રાખવાથી વાયરસની અસર ઘટી જાય છે. સમગ્ર વિશ્વમાં કોરોના હાઉ ઉભો થયો છે. ત્યારે પ્રજાએ સાવચેતી રાખવી જરૂરી છે. કોરોના વાયરસ હવા કે અન્ય કોઇ રીતે ફેલાતા નતી. માનવ સ્પર્શ કે સંપર્કથી વધુ ઝડપી ફેલાય છે. એક માનવ થકી હજારો માનવી સુધી ફેલાઇ શકે છે. ત્યારે માનવ ધર્મ નિભાવવવો સમય આવી ગયો છે. કોરોના લક્ષણ, વિદેશથી આવેલા પ્રવાસીઓ કે તાવ, શરદી, ખાસી કે શ્વાસ રૂધાતો હોય તેવા વ્યકિત પોતાના સહિતના સૌના જીવનની સુરક્ષા માટે પોતાની, દેશ, સમાજ કે ઘર પરિવારના સભ્યોથી અલગ કરીને એક જ રૂમમાં પોતાના કેદ કરીને 14 દિવસ સુધી કોઇને પણ મળ્યા સિવાય તમામ માનવ સંપર્કથી રહેવાથી વાયરસને અટકાવવામાં સફળતા મળે છે. તેમ રશિયાથી
21 માર્ચના રોજ આવેલી રશિનય તબીબ અને બોરસદની ફોરમ પટેલે ભાસ્કરની સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

રશિયાથી આવેલી બોરસદની ફોરમ રાજેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 21મી માર્ચના રોજ એરપોર્ટ ઉતર્યા બાદ તમામ જરૂરી ચેકીંગ કરાવ્યું હતું. આરોગ્ય વિભાગની ગાઇડલાઇન પ્રમાણે મેં જાતે 14 દિવસ સુધી હોમ કવૉરન્ટાઉનમાં ંજ છુંુ તેથી તમામ નિયમોનું પાલન કરું છું.

ફોરમ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં લોકડાઉન આપવામાંઆવ્યું છે.તે પણ માનવ સ્વાસ્થયને ધ્યાને લઇને આપવામાં આવ્યું છે.પરંતુ મે વોટસઅપવીડીયો થકી સ્થાનિક બજારો ખરીદી માટે ઉમટેલી ભીંડ જોવ છું. તો દુ:ખ થાય માનવ માનવ વચ્ચે અેક મીટરનું અંતર જળવાતું નથી. લોકોએ જાણે વસ્તુઓની તંગી સર્જાવાની હોય તેમ ખરીદી કરવા માટે પોતાની સ્વાસ્થય સહિત પરિવાર, સમાજના સ્વાસ્થય કોઇને પડી નથી.

કોરોના વાયરસથી માનવ જાતને સુરક્ષિત કરવાનો એક માત્ર મંત્ર માનવ અંતર છે. ત્યારે હું લોકોને અપીલ કરું છું કે ઘર રહીને પોતાના સહિત સૌને સલામત રાખવામાં સહકાર આપવોેએ આપણા સોની ફરજ છે.

રશિયાના તબીબે વિદેશથી આવતા લોકોને 14 દિવસ કોરોન્ટાઇનમાં િવતાવીને સમાજને સુરક્ષિત કરવા જણાવ્યું

એકતાવાસથી કોઇ પણ વાયરસ સામે લડવાની અનોખી ઉર્જા મળે

હું 6દિવસથી મારી સ્પેશીયલ રૂમમાં રહી છું. 24 કલાક એકતામાં ગાળ્યા છે. દિવસ દરમિયાન દૈનિક ક્રિયા પતાવીને હું મારા અભ્યાસમાં ધ્યાન આપ છું. તેમજ પુસ્તકો વાંચીને સમય પસાર કરું છું. ઘરના સભ્યોથી 6 સભ્યો દૂર રહી છું, એકતાવાસને કારણે મારા શરીરમાં અદભૂત ઉર્જા જોવા મળી રહી છે. ઉર્જાના પગલે રોગ પ્રતિકાર શકિત સહિત તમામ શકિત સામે લડવાની તાકત પૂરી પાડે છે.
> ડૉ.ફોરમ પટેલ, રશિયા(બોરસદ)
અન્ય સમાચારો પણ છે...