રાણપુરમાં સફાઈ કામદારોને સુરક્ષા કિટ ન અપાતાં સફાઇ કામગીરી બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે.જેના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. તેવા સંજોમાં સરકાર હાલ ઠેર ઠેર જોરશોરથી કોરોના વાયરસથી બચાવના ઉપાયો અને પ્રચાર પ્રસાર ઉપર કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે.ત્યારે પચ્ચીસ હજારની વસ્તી ધરાવતા રાણપુર શહેરમાં છેલ્લા ચાર દીવસ થી ગામની સફાઈ ન કરવામાં આવતા હાલ રાણપુરમાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે.

રાણપુર ગ્રામ પંચાયત દ્રારા સફાઈ કામદારો ને સુરક્ષા કીટ ન આપવામાં આવતા સફાઈ કામદારો છેલ્લા ચાર દીવસથી સફાઈ કામગીરી ન કરવાને લીધે રાણપુરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને ગટરના પાણી રોડ ઉપર  વહેતા થયા છે જો તાત્કાલિક આ ગંદકી દુર કરી સફાઈ નહી કરવામાં આવે તો આગામી દીવસોમાં રાણપુરની 25000 હજારની વસ્તી ધરાવતા રાણપુરના લોકો ઉપર રોગચાળાનો ખતરો મંડાઈ રહ્યો છે. ત્યારે રાણપુર સફાઈ કામદારો એ પોતાને કોરોના વાયરસથી બચવા માટે સુરક્ષા કીટ તાત્કાલિક આપવા માટે લેખિતમાં રાણપુર તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ,તલાટી કમ.મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર તેમજ રાણપુર વેપારી મહામંડળને રજુઆત કરવામાં આવી છે. આ અંગે રાણપુર ગામના લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક આ ગંદકી દુર કરી રાણપુરની સફાઈ કરવામાં આવે તો રોગ ચાળો ફેલાતો અટકી શકે.

ગંદકીના ઢગલા અને ગટરનાં પાણી રોડ ઉપર ઉભરાતાં રોગચાળાની દહેશત

_photocaption_સફાઇના અભાવે ઠેર-ઠેર ગંદકીના ઢગલા છે. તસવીર કેતનસિંહ પરમાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...