તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલના સફાઈ કામદારોનો હંગામી હડતાલ પાડી વિરોધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ સિવિલ હોસ્પિટલ કોન્ટ્રાકમાં અપાયા બાદ ત્યાં રહેલા જુના કોન્ટ્રકટના સ્ટાફ સાથે એડમિનિસ્ટ્રેશન દ્વારા તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારોઓએ હંગામી હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા સિવિલની સુવિધાઓમાં વધારો થઈ રહયો છે. ત્યારે હોસ્પિટલમાં કામ કરી રહેલા અન્ય કોન્ટ્રાકટના કામદારો સાથે હાલના એડમિસ્ટ્રેશન દ્વારા તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. સમગ્ર દેશમાં એક તરફ કોરોના વાઈરસને કારણે સિવિલ હોસ્પિટલમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ જિલ્લા કક્ષાનો આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. ત્યારે શુક્રવારના રોજ સફાઈ કામદારોએ હંગામી હડતાલ પાડી વિરોધ નોધાવ્યો હતો. સફાઈ કામદારોએ રોષભેર જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનું
જ્યારથી ખાનગીકરણ થયું છે ત્યારથી તેમની સાથે તોછડું અને અણછાજતું વર્તન કરાય રહ્યું છે. તેમજ અપમાનજનક વ્યવહાર કરાય છે. સદર મામલે સફાઈ કામદારોએ ભારતીય મજદૂર સંઘના અગ્રણીને રજૂઆત કરી હતી.જો કામદારો સાથે યોગ્ય વર્તન નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી સફાઈ કામદારોએ આપી હતી.

ભરૂચ સિવિલ હોસ્પિટલના સફાઇ કર્મીઓનો વિવાદ

અન્ય સમાચારો પણ છે...