તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર નગરપાલિકાએ દુકાનોનો કબજો લેવા પોલીસ બંદોબસ્ત માગ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર સરદારબાગ સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના માળે નીચેના દુકાનદારોએ દુકાનો બનાવી છે એનો કબજો નગરપાલિકાને સોંપી દેવા અંગે ત્રણ વખત નગરપાલિકાએ દુકાનદારોને નોટિસ આપી છતાં દુકાનદારો ઉપરની સોંપતા નથી. જેથી આનો કબજો લેવા નગર પાલિકા તંત્રએ પોલીસ બન્દોબસ્ત
માંગ્યો છે.

સરદારબાગ સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના માળે 40 જેટલી દુકાનો બન્યા 6 વર્ષ જેવા સમય ગયો ત્યારથી એનો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ એનો કોઈ ઉકેલ આવતો નથી. અને કાનૂની વિવાદ ચાલે છે.

દુકાનદારો આ અંગે કહે છે કે અમોએ ભૂતકાળમાં નગરપાલિકાની મંજૂરી સાથે આને રૂપિયા એક લાખ લોક ભાગીદારી પેટે આપેલા છે. અમોએ અમારા ખર્ચે દુકાનો બનાવી છે. પછી
અમો શા માટે કબજો શોપીએ તેમ કહે છે.

નગરપાલિકા છોટાઉદેપુર આ અંગે કહે છે કે કલેક્ટર અગાઉ નગરપાલિકાનો ઠરાવ રદ કર્યા છે. અને આ દુકાનોની હરાજી કરવા અંગે આદેશ કર્યો છે. એનો અમારે અમલ કરવાનો હોવાથી અમારે દુકાનોનો કબજો લેવાનો છે.

અગાઉ પાલિકા તંત્રએ દુકાનોનો કબજો લેવા પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. પરંતુ નહીં મળતા ફરી પોલીસ બન્દોબસ્તની માંગણી કરી છે.

સરદારબાગ સામે આવેલા શોપિંગ સેન્ટરની 40 દુકાનોનો વિવાદ

અન્ય સમાચારો પણ છે...