તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો વિનામૂલ્યે જથ્થો આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા.દાહોદ જિલ્લા ફેર પ્રાઈસ શો૫ એસોસિએશનના પ્રમુખ ઉદેસિંહ લબાના દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો વિનામૂલ્યે આપવા માટે દરેક સસ્તા અનાજના દુકાનદારો ને તાકીદ કરી છે. તાલુકાના ફેર પ્રાઈસ શોપ એસોસિયેશનના પ્રમુખોમાં લીમખેડાના બુરહાન રાવત ભૂપેશભાઇ પટેલ બારીયાના આસિફભાઈ મન્સૂરી ફતેપુરા કચરૂભાઈ પ્રજાપતિ સંજેલીના મહેન્દ્રભાઈ પલાસ દાહોદના ભરતભાઈ ખપેડ ભરતભાઈ મકવાણા ઝાલોદના રમેશભાઈ બારીયા મહેન્દ્રભાઈ ધાનપુરના સાકીર રાવત ગરબાડાના જીતુભાઈ પંચાલ સહિતના જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના પ્રમુખ ઉદેસિહ લબાનાં એ ટેલીફોનિક સૂચનાથી જણાવ્યું હતું કે રેશનકાર્ડ ધારકને જાહેર કરાયેલા વિનામૂલ્યે રાશનના જથ્થાથી વંચિત રહે નહિ તેની ખાસ કાળજી રાખવી.
અન્ય સમાચારો પણ છે...