ચાસવડ ડેરીએ 14મી સુધી દૂધના ભાવમાં લિટરે રૂા. 5 ઘટાડ્યાં : આજથી અમલ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાસવડ સહકારી દૂધ મંડળી દ્વારા નેત્રંગના સેન્ટરમાં દૂધ વેચાણ માટે ભેંસના દૂધના 50 રૂપીયા એક લીટરથી વેચાણ કરાતું હતું.હાલ કોરોના વાઈરસની મહામારીને લઈ ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ બાળકોની પરિસ્થિતિ ધ્યાન પર લઈ આકસ્મિક પ્રમુખ,ઉપ-પ્રમુખ અને ડિરેક્ટરો સાથે બેઠક કરી તાત્કાલીક 45 રૂપીયા એક લીટર ભેંસના દૂધના લોકોને રાહત ભાવે આપવા નિર્ણય કર્યો હતો. સહકારી દૂધ મંડળીઓમાં પ્રથમ આવો નિર્ણય લઈ રાજ્યની દૂધ ડેરીઓમાં ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો હતો.જેથી લોકોને ભેંસના દૂધના હવેથી લીટરે 5 રૂપિયાની રાહત જાહેર કરી છે.જે તારીખ 27 માર્ચથી 14 એપ્રિલ સુધી આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.દેશના લોકો આ મહામારીથી ઝઝૂમી રહયા છે ત્યારે રાજ્યમાં પ્રથમ દૂધ ડેરી ચાસવડ દ્વારા સહકારી ધોરણે આ રાહત જાહેર કરવામાં આવી છે.દૂધ ડેરી ચાસવડ દ્વારા વહીવટી તંત્રની સુચનાનું પાલન કરી જાહેરનામાનો ભંગ ના થાય તે રીતે એક જગ્યાએ દૂધ લેવા આવતા લોકોને હવે ભેગું નહિ થવું પડે અને અલગઅલગ વિસ્તારોમાં પાંચ સેન્ટર ઉભા કરાયા છે .જેમાં નેત્રંગ ખાતે ભંડાર વિભાગમાં બે સેન્ટર ,ડેડીયાપાડા રોડ પર 1 , જીનબજાર મેઈન રોડ પર 1 અને ગાંધીબજારનું સ્વતંત્ર 1 સેન્ટર એમ વહીવટી તંત્રની સૂચનાથી 5 સેન્ટર ઉભા કર્યા છે.જ્યા દરેક દૂધ વિતરણ સેન્ટર ઉપર દૂધ લેવા આવતા ગ્રાહકોને બે મીટરના અંતરે ઉભા રહી એકપછી એક વ્યક્તિ દૂધ આ પદ્ધતિએ દૂધ લઈ રહયા છે.આથી મંડળીએ અનુશાશનનું પાલન કરી લોકો માટે સવારે બે કલાક 8 થી 10 વાગ્યા સુધી જીવન જરૂરિયાત એવી દૂધના વેચાણની સુવિધા ઉપલબ્ધ કરી છે.

દૂધ મંડળીએ ભાવ ઘટાડતાં હવે લોકોને રૂા. 50ના બદેલ રૂા. 45 લિટર દૂધ મળી રહેશે

_photocaption_ચાસવડ દૂધડેરી દ્વારા દૂધના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરાયો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...