મહીસાગરમાં એપ્રિલમાં અનાજ, ખાંડ, દાળ અને મીઠંુ વિનામૂલ્યે મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુણાવાડા. નોવેલ કોરોનાવાયરસ (COVID-19) થી હાલમાં સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રમાણમાં અસર થયેલ છે. જેની અસર સમગ્ર ભારત તેમજ ગુજરાત રાજ્યમાં પણ થયેલ છે. ભારત સરકાર દ્વારા તેનો વધુ ફેલાવો અટકાવવાના સાવચેતીના પગલા રૂપે સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવેલ છે. આ લોકડાઉનની વ્યાપક અસર હેઠળ મહીસાગર જિલ્લાના 1,40,340 રેશનકાર્ડ ધારકોને એપ્રિલમાં આનાજ, ખાંડ, દાળ અને મીઠું નો લાભ જિલ્લાના 6,97,873 લાભાર્થીઓને આનો લાભ મળશે. જેમાં 25,44,397 કિલોઘઉં, 10,77,403 કિલો ચોખા, 2,11,414.25 કિલોખાંડ, 1,36,359 કિલો ચણાદાળ અને 2,14,786 કિલો મીઠું લાભાર્થીઓને વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. ૧લી એપ્રિલથી જિલ્લામાં આવેલ તમામ સસ્તા અનાજની દુકાનો ચાલુ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...