તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંઈ જ્યોતિષ જ્ઞાનપીઠના વાર્ષિકોત્સવની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ–સંચાલિત સાઈ જ્યોતિષ જ્ઞાનપીઠ આણંદનો વાર્ષિકોત્સવ તાજેતરમાં આણંદમાં આણંદ ન.પા.ના પ્રમુખ કાંતિભાઈ ચાવડા, સાંઈબાબા જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી જનકભાઇ પટેલ, સંતરામ જ્યોતિષ નડિયાદના શંકરભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો.

આ વાર્ષિકોત્સવની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા,જનકભાઈ પટેલ, શંકરભાઈ પટેલે પ્રવચન આપ્યું હતું. જેમાં જુદી જુદી જ્યોતિષીય સંસ્થાઓ સંતરામ જ્યોતિષ જ્ઞાનપીઠ નડિયાદ, બરોડા એસ્ટ્રોલોજી ક્લબ–
વડોદરા તથા જાગનાથ જ્યોતિષ જ્ઞાનપીઠ આણંદના હોદ્દેદારો, અમદાવાદ વડોદરાથી વિવિધ જ્યોતિષીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...