તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગણગૌર તહેવારની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડીમાં વર્ષોથી અસંખ્ય રાજસ્થાની પરિવારો વસવાટ કરે છે. આ રાજસ્થ‍ાની પરિવારો દ્વારા દર વર્ષે ‘ગણગોર’ તહેવારની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. જેમાં પરિણીત મહિલાઓ અને કૂંવારિકાઓ હોળીના બીજા દિવસથી અમાસ પછીની ત્રીજ સુધી એટલે કે સતત 16 દિવસ સુધી શંકર-પાર્વતિ (ગણગોરની પૂજા કરે છે.

જેમાં પરિણીતા અને કૂંવારિકાઓ હાથમાં મહેંદી મૂકીને આ તહેવાર સતત 16 દિવસ સુધી પરંપરાગત રીતે ઉજવે છે. ગણગોર તહેવારમાં 16માં દિવસે વહેલી સવારે પૂજા અર્ચના કર્યા બાદ ગણગોર માતાને બેન્ડવાજા સાથે ભવ્ય વરઘોઢો ક‍ાઢીને નદીના પાણીમાં પધરાવવામાં આવે છે. રાજસ્થાનની પરિણીત મહિલાઓ પોતાન‍ા પતિના દિર્ઘાયુ માટે અને કૂંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે વર્ષોથી ગણગોર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે.

આ વર્ષે કોરોનાના પગલે રાજસ્થાની પરિવારની મહિલાઓ અને બાળાઓ દ્વારા દૂર-દૂર બેસી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગણગૌર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગણગૌર તહેવારની ઉજવણી

ભાસ્કર ન્યૂઝ । પાટડી

પાટડીમાં વર્ષોથી રહેતા રાજસ્થાની પરિવારો દ્વારા

અન્ય સમાચારો પણ છે...