તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન મહીસાગર, લૉકડાઉનનો ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સંક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલા જાહેરનામાનો હવે મહીસાગર પોલીસ ચુસ્તપણે અમલ કરાવવા જઇ રહી છે. જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દેસાઈએ જાહેરનામાનો ભંગ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે મહીસાગર જિલ્લામાં ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોલીસના વિશ્વાસ પ્રોજેકટના સીસી ટીવી કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 150થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જ્યારે બિનજરૂરી રીતે બજારમાં લટાર મારવા નીકળેલા લોકોના 335 વાહન ડિટેઇન કરી રૂ.1,13,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. વધુમાં હોમ ક્વોરોન્ટાઇન રહેવાના આદેશનો ભંગ કરનારી વ્યક્તિઓ સામે એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ડ્રોન, CCTV કેમેરાથી જાહેરનામાનો ભંગ કરનારા પર કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...