તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટંકારામાં પાટીદાર સમાજનો સૌથી મોટો સમૂહલગ્ન પ્રસંગ રદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટંકારામા દર વર્ષે અખાત્રીજના દિવસે પાટીદાર સમાજ ના ઉમિયા પરિવાર દ્વારા ઑરપેટ સંકુલમા પાટીદાર રત્ન અરવિંદભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાતા સમુહ લગ્ન સમારોહ વૈશ્ર્વિક મહામારી કોરોનાથી સજાઁયેલ ઈફેકટથી રદ કરવામા આવેલ છે.અહી દર વષઁ સમગ઼ પંથકના પાટીદાર યુગલો અહી ઍક જ માંડવે લગ્નથી જોડાતા હોવાથી પાટીદારોનો સૌથી મોટો પ્રસંગ ગણાય છે. ટંકારા મામલતદાર કચેરી પાછળ આવેલ ઑરપેટ સંકુલમા ઉમાભવન ખાતે પાટીદાર સમાજની ઉમિયા પરિવાર લગ્નસમિતી દ્વારા દર વર્ષ અખાત્રીજના દિવસે સમગ઼ પંથકના પાટીદાર યુગલોના ઍક જ માંડવે સમુહ લગ્નોત્સવ યોજવામા આવે છે. આથી આયોજક સમિતીના અધ્યક્ષ અરવિંદ બારૈયા, કચરાભાઈ ઘોડાસરા, પ઼મુખ હિરાભાઈ ફેફર, અતુભાઈ કાલરીયા સહિતનાઅોઍ નિર્ણય કરી આગામી તા.૨૬ એપ્રિલના સમૂહ લગ્નનુ આયોજન રદ કરવામા આવ્યુ હોવાનુ સમિતીના દિપકભાઈ સુરાણીઍ જણાવ્યુ હતુ. અહી દર વષઁ સમગ઼ પંથકના યુગલો લગ્નથી જોડાતા હોવાથી પાટીદારોનો સૌથી મોટો પ઼સંગ ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...