કોરોના વાઇરસનો જડમૂળથી નાશ કરવા ઘરને જ મંદિર બનાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જનતા કરફયુના દિવસે ઘરોમાં રહી દુઆ અને બંદગી કરીએ

ગુજરાતમાં પ્રવેશ કરી ગયેલ કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે જિલ્લા કલેકટરે દુકાન, મોલ, થીયેટર, માર્કેટ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આપણે સર્વ સમાજ સાથે મળી તંત્રના આ પગલાને સહકાર આપીએ. રવિવારે જનતા કરફયુના દિવસે ઘરોમાં રહી અલ્લાતાલાની દુઆ અને બંદગી કરીએ. લોકોના સાથ અને સહકારથી જ કોરોના વાયરસથી બચી શકીએ તેમ છીએ. > પીરે તરીકત સૈયદ હાજી યુસુફબાપુ, પ્રમુખ, સુન્ની મુસ્લીમ સમાજ,

મહામારીથી બચવા આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થનો મંત્ર અપનાવો

કોરોના વાયરસને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે મહામારીને વધુ ફેલાતી અટકાવવા વડાપ્રધાન દ્વારા રવિવારે જનતા કર્ફયુ પાળવાની અપિલ કરી છે તેને દૂધરેજ વડવાળા મ઼દિર દ્વારા સમર્થન આપવામાં આવે છે. તેમજ દેશના નાગરીક તરીકે દરેક વ્યક્તિએ કોરોનાને રોકવા કર્ફયુનું પાલન કરવું જોઇએ. આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થનો મંત્ર અપનાવવો જોઇએ.> કનિરામબાપુ, મહત, શ્રી વડવાળા મંદિર દૂધરેજધામ

કોરોના વાઇરસની ગંભીરતા સમજી રાષ્ટ્રહિતમાં સહકાર આપો

ચીન સહીતના દેશોએ શરૂઆતમાં કોરોના વાયરસની ગંભીરતા લીધી નહી પરીણામે અનેક લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. ત્યારે આપણા દેશમાં આવી પરિસ્થિતી ન સર્જાય તે માટે સરકાર દ્વારા આપવામાં આવેલી સુચનાઓનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. અગમચેતીના પગલા લેવા સુચનો આપવામાં આવે છે તેનું ચુસ્ત પાલન કરી રાષ્ટ્રહીતમાં સહકાર આપવો જોઇએ .> કૃક્ષ્ણવલ્લભસ્વામી, મહત, સ્વામિનારાયણ મંદિર જવાહર ચોક, સુરેન્દ્રનગર

પરિવાર સાથે ઘરમાં રહીને સૈનીક બની કોરોનાની દહેશતને દૂર કરો

કોરોનાના કહેર વચ્ચે ભયનો માહોલ છે. દેશના નાગરીકોએ ભયંકર સકંટનો સામનો કરી ચૂકયા છે. ઘરની બહાર રહીને ત્યારે મહામારીથી ડરવાની જરૂર નથી માત્ર જરૂર છે ઘરમાં રહીને સામનો કરવાનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજ સુધી ઘરમાં પરિવાર સાથે રહીને કોરોનાના સંક્રમણની જાળને તોડી નાંખવાની નોબત આવી છે.રવિવારે મહામારીને નાથવાનો દિવસ બની રહેશે.> દુર્ગાદાસજી મહારાજ, શ્રી લાલજી મહારાજ મંદીર, સાયલા

ભય નહી રાખી દ્રવ્ય અને ભાવથી જાગૃતી લાવવી પડશે

કોરોના વાયરસથી ભય નહી રાખી લોકોએ દ્રવ્ય અને ભાવથી જાગૃતિ લાવવી પડશે. દ્રવ્યથી જાગૃતિ એટલે લોકોની નજીક બહુ જવુ નહી, શરીર શુધ્ધી રાખવી, બહારનું ખાન-પાન બંધ કરવુ, મોઢે માસ્ક પહેરીને બહાર નીકળવુ. જયારે આપત્તીને નીવારવા, પાપના ઉદયને શાંત કરવા અને પૂણ્યોદય જગાવવા સૌએ પોતાના ભગવાનને યાદ કરી પ્રાર્થના કરવી જોઇએ.> ડો. નીરંજનમુની મહારાજ સાહેબ, અજરામર જૈન સંપ્રદાય


ધર્મગુરુઓનો સંદેશ

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં અજગરી ભરડો લીધો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પાંચ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને આ મહામારીને વધુ ફેલાતી અટકાવવા માટે સરકારે આજે સવારે 7 થી રાત્રીના 9 સુધી જનતા કર્ફ્યુનું એલાન કર્યું છે તેમજ જિલ્લામાં 144 ની કલમ લગાવવામાં આવી છે ત્યારે વિવિધ ધર્મના ધર્મગરૂઓએ પણ સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરતા લોકોને બિનજરૂરી બહાર ન નિકળવા અને વાયરસથી બચવા અગમચેતીની સુચનાઓનું પાલન કરવા માટે સંદેશ પાઠવ્યો છે. તેમજ સરકારના આદેશનો ચુસ્તે પણે પાલન થાય તેમાં દરેક નાગરિકનું હિત છે. જેનાથી સમાજ અને દેશનું જ ભલું થાય તેવું જણાવ્યું છે.

મહામારીને વધુ ફેલાતી અટકાવવા માટે સરકારે આપેલા આજે સવારે 7 થી રાત્રીના 9 સુધી જનતા કર્ફ્યુના એલાનને સમર્થન આપવાની અપીલ

અન્ય સમાચારો પણ છે...