ગોંડલ લોકડાઉનની પરિસ્થિતિમાં પણ બૂટલેગરનું અપડાઉન, દારૂની જંગી હેરાફેરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાયરસના કહેર સામે પોલીસ તંત્ર તનતોડ મહેનત કરી કાયદો વ્યવસ્થા જાળવી રહી છે ત્યારે કેટલાક બુટલેગરો દ્વારા તકનો લાભ ઉઠાવી અપડાઉન કરી વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોય પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગંજીવાડા રોડ પર રામદેવ ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પીઆઇ રામાનુજ, પીએસઆઇ બી એલ ઝાલા, પીએસઆઈ ડી પી ઝાલા સહિતનાઓએ દરોડો પાડતા વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 528 કિંમત રૂપિયા 181680 નો મળી આવતા નરેશ હરિભાઈ ભાષા (ઉંમર વર્ષ 33)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ વિદેશી દારૂના જોતામાં ઈરફાન હસનભાઈ કટારીયા રહે વોરાકોટડા રોડ ચિસ્તીયા નગર ની પણ સંડોવણી હોય પોલીસે તેની ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસે આ જથ્થો ક્યાંથી અને ક્યારેક કોની પાસેથી લાવવામાં આવ્યો હતો તે પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...