તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળા પોલીસે ગુટકા અને તમાકુ વેચતી વ્યકિતને ઝડપી જેલ હવાલે કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારે કોરોના વાઇસસને નાંથવા અને કાબુમાં લેવા માટે પાન-બીડી, મસાલા - ગુટકા, તમાકુનાં વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકીને વેચાણ બંધ કરાવી દીધું છે. અને લોકડાઉન કરીને જાહેરનામું બહાર પાડી દીધું છે. ત્યારે પી.એસ.આઇ. બી.બી.વાધેલા, કોન્સ્ટેબલ સતીષભાઇ બાવળામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન દેવ આર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે બાતમી મળી હતી કે દેવ આર્કેકેટ કોમ્પલેક્ષની અંદર એક વ્યકિત ગુટકાનાં થેલામાંથી પાન મસાલા ગુટકા, તમાકુનું વેચાણ કરે છે.

જેને આધારે દરોડો પાડતાં સાણંદના જુડા ગામનો રસીકભાઇ રમુભાઇ ભરવાડ થેલામાંથી ગુટકા - તમાકુનું વેચાણ કરી રહ્યો હતો.જેથી તેને કોર્ડન કરી પકડી પાડીને થેલામાંથી પાન મસાલા તથા તમાકુના અલગ અલગ 5 પેકેટો મળી આવ્યા હતાં.અને 1200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તેને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને જાહેર નામાનો ભંગ કર્યા બદલ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...