તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ |વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધ્વારા મહામારી જાહેર કરાયેલા કોરોના વાયરસના સંક્રમણ સામે સલામતી અને સાવચેતી માટે આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી ભરૂચ ધ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણનો ભરૂચમાં પ્રારંભ કરાયો છે. જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ પણ ઉકાળાનું સેવન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી, જિલ્લા આયુર્વેદિક અધિકારી તેમજ આયુર્વેદિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...