જામજોધપુરના ધુનડા પાસે પથ્થરો નાખવા મામલે યુવાન પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામજોધપુર તાલુકાના ઘેલડા ગામે રહેતા યુવાન પર લાક વડે હુમલો કરી પથ્થરમારો કરીને માથામાં ઇજા પહોચાડયાની ફરીયાદ દંપતિ સહીત ચાર સામે નોંધાઇ છે.ખરાબામાં નકામા પથ્થરો નાખવાની ના પાડી તકરાર કરી ચારેયએ આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના ઘેલડા ગામે રહેતા અને ખેતીકામ કરતા કેશુભાઇ આલાભાઇ શીર નામના યુવકે પોતાના પર લાકડી વડે હુમલો કરી છુટ્ટા પથ્થરોના ઘા ઝીંકી માથામાં ઇજા પહોચાડયાની ફરીયાદ ખીમાભાઇ આલાભાઇ શીર,માલીબેન ખીમાભાઇ શીર,શૈલેષ ખીમાભાઇ શીર અને જેરામ આલાભાઇ શીર સામે નોંધાવી છે. આ હુમલામાં ઘવાયેલા યુવાનને તાકિદે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયાં તેને કપાળ અને માથાના ભાગે ઇજા થતા ટાંકા પણ લેવા પડયા હતા.

ઇજાગ્રસ્ત યુવાન પોતાની વાડીએથી નકામા પથ્થરો બળદગાડામાં ભરીને સરકારી ખરાબામાં નાખી રહયો હતો જે વેળા દંપતિએ ખરાબામાં પથ્થરો ન નાખવાનુ કહ્યુ હતુ જે બાદ યુવાન પથ્થરોનો બીજો ફેરો નાખવા જતા જ ચારેયએ એકસંપ કરી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.પોલીસે ઘવાયેલા યુવાનની ફરીયાદ પરથી ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પ્રકણરમાં પોલીસે તમામ સામે કાર્યવાહી પણ હાથ ધરી છે.પોલીસે ચારેય આરોપી વિરૂધ્ધ ફરિયાદને આધારે આગળની કાર્યવાહી આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...