તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવગઢ બારિયામાં ખાધાખોરાકીની મુદતે કોર્ટમાં જમાઇ ઉપર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામના વિજયભાઇ બળવંતભાઇ પટેલે પ્રથમ પત્ની સાથે છુટાછેડા લઇ એકાદ વર્ષ પછી ઉધાવળા ગામની કૈલાશબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. આઠેક મહિના ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ અણબનાવ થતાં પત્ની ચારેક માસથી ઉધાવળા ખાતે પિતાના ઘરે રહેતી હતી. દેવગઢ બારિયાની કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ પણ મુક્યો હતો. જેની તા.17 માર્ચના રોજ વિજયભાઇ બળવંતભાઇ પટેલ દેવગઢ બારિયા કોર્ટમાં મુદતમાં ગયા હતા.

ત્યાં સસરા લક્ષ્મણભાઇ, કાકા સસરા બળવંતભાઇ તથા કુટુંબી કાકા સસરા સુરસીંગભાઇ અને સાસુ પ્રેમીલાબેન તમામ પટેલ બિભત્સ ગાળો આપી અમારી છોકરીને કેમ રાખતો નથી તેમ કહી કાકા સસરા બળવંતભાઇ તથા કુટુંબી કાકા સસરા સુરસીંગભાઇ અને સાસુ પ્રેમીલાબેન વિજયભાઇને ગડદાપાટુ માર માર્યો હતો. સસરા લક્ષમણભાઇએ કાન ઉપર મારતા લોહીલુહાણ ઢળી પડ્યા હતા. આ ચારેય જણાએ વિજયભાઇને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા 108 દ્વારા ઇજાગ્રસ્ત વિજયભાઇ પટેલને દેવગઢ બારિયા સરકારી દવાખઆને સારવાર માટે લઇ ગયા હતા. વિજયભાઇ પટલે ચારેય ઇસમો સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...