છોટાઉદેપુરમાં આવતા પરપ્રાંતિયો માટે વ્યવસ્થા કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર | છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના અનેક આદિવાસીઓ મજૂરી અર્થે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તરફ મજૂરી અર્થે જાય છે. તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે. તેઓ માટે છોટાઉદેપુર મામલતદાર કચેરી તરફથી રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે. બહારગામથી આવતા મજૂરો રહેવા જમવા અર્થે મામલતદાર કચેરી દ્વારા એસ એફ હાઈસ્કૂલ તથા આદર્શ નિવાસી શાળા વસેડી ખાતે તાજેતરમાં વ્યવસ્થા કરાઈ છે. આ વ્યક્તિઓ તેઓના ગામ પહોંચે તેવી વ્યવસ્થા કરાશે. તેમ મામલતદાર કચેરી દ્વારા જાણવા મળ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...