તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદમાં વેપારીની લૂંટ મામલે આવેદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ | ઝાલોદમાં તારીખ 18મી સમી સાંજે વેપારીની લૂંટ અને જીવલેણ હુમલાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા બાદ સતત બે દિવસથી સ્થાનિક પોલીસ દ્વારા નગરમાં ગાડીઓનું ચેકિંગ કરી,નંબર વિનાની ગાડીઓનો પોલીસસ્ટેશનમાં ખડકલો ખડકી દીધો છે તો રાત્રીના 11 વાગ્યે વેપાર ધંધા બંધ કરાવી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. લોકો દ્વારા પોલીસની કામગીરી ને મનેકમને આવકારી સહકાર તો આપી રહ્યા છે, પરંતુ સાથે સાથે છાસવારે નગરમાં બનતા બનાવો પર કાયમી અંકુશ કરવા માટે પોલીસ સક્રિય થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. પોલીસની સક્રીયતાની લોકમાંગ પ્રબળ બની છે.
અન્ય સમાચારો પણ છે...