માણસામાં વસ્તુની ખરીદી કરતા લોકોને અંતર જાળવવા અપીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં વધતા જતા કોરોનાના કેસ ઉપર નિયંત્રણ આવે અને કોરોનો વાયરસનું સંક્રમણની સાયકલ તુટે તે માટે વડાપ્રધાન સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનનો આદેશ કર્યો છે. ત્યારે જિલ્લાના માણસા નગર અને તાલુકામાં લોકડાઉનની ચુસ્ત અમલવારી થાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત લોકોને લોકડાઉનમાં બહાર નહી નિકળવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. તેમ છતાં ખાનગી વાહનમાં બહાર ફરવા નિકળતા અમુક યુવાનોને સામે કડક હાથે કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. લોકડાઉનમાં લોકો દવાઓ, કરીયાણું, દૂધ સહિતની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની ખરીદી કરી શકે તે માટે છુટછાટ આપી છે. ત્યારે જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની ખરીદી કરવા નિકળેલા નગરવાસીઓ પણ સામાજિક અંતર જાળવે તેવી વ્યવસ્થા ગોઠવવા કરીયાણા, દૂધ અને દવાઓની દુકાનના વેપારીઓને સુચના આપી છે.વધુમાં શાકભાજીની લારીઓને ત્રણ ત્રણ ફુટના અંતરે ઉભી રાખવાની સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...