તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાયરસ સામે લડત માટે એપ તૈયાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં સૌપ્રથમ વખત સેફ્ટી અને ઇમરજન્સી વ્યવસ્થા મજબૂત કરવાના મિશન સાથે DGBSI-RTPP/SRPP ટેક્નોલોજી દ્વારા ડેવલપ થયેલી ગ્રેનસ સોસીયલ ઇન્ટિગ્રેશન એપ હવે કોરોના સામે લડવા માટે પણ તૈયાર છે.

ગ્રેનસ એક આધુનિક જીઓ-લોકેશન દ્વારા તૈયાર થયેલ એપ છે અને આ એપથી લોકેશન બેઝડ ટાર્ગેટીંગ થઇ શકશે અને જે તે વિસ્તારમાં રહેતા લોકોને જ તે વિસ્તાર સંબંધિત માહિતી મોકલી શકાશે. આ ઉપરાંત જો કોઈ નાગરિકને પોતે જ ચેપ ગ્રસ્ત હોવાનું જણાય તો એક ક્લિકથી પોતાના જીઓ લોકેશન સાથે જાણ કરી શકશે અને તે સાથે જ તે નાગરિકની ડિજિટલ ફુટ પ્રિન્ટ તૈયાર થઇ જશે કે જેથી ફાસ્ટ રિસ્પોન્સ આપી શકાય. ડિજિટલ ફૂટપ્રિન્ટ દ્વારા દર્દી કયા રૂટ થી પસાર થયા છે એની માહિતી પણ મળશે કે જેથી એ રુઠનું પણ મોનીટરીંગ કરી શકાય.

કોઈને પોતાના વિસ્તારમાં રહેતા અન્ય શંકાસ્પદ દર્દી અંગે પણ તે દર્દી કયા લોકેશન પોઇન્ટ પર છે તે સાથે જાણ કરી શકશે કે જેથી ત્વરિત તે દર્દીને આઇસોલેટ કરી શકાય અને વધુ ઇન્ફેક્શન રોકી શકાય. ગ્રેનસ એપના ફાઉન્ડર અને સીઈઓ મયંક શાહના જણાવ્યા પ્રમાણે જયારે રાજ્યને જરૂરત પડશે તેના 4 થી 8 કલાક માં ગ્રેનસ એપ માં આ ફીચર લાઈવ થઇ જશે. આ એપ દ્વારા લોકેશન બેઝ ડેટા પણ કલેક્ટ કરી શકાશે કે જેનું એનાલિસિસ કરી અને વધુ માહિતી મેળવીને કોરોના ફેલાવા પર અંકુશ રાખી શકાશે. આ બાબતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને પણ લેટર મોકલી જરૂર પડે ત્યારે ગ્રેનસ સહકાર માટે તૈયાર હોવાનું પણ જણાવેલ છે. હાલ આ એપ GRANNUS પ્લે સ્ટોર પર ઉપલબદ્ધ છે અને કોઈ પણ નાગરિક આ એપ સાથે નેશનલ ઇમર્જન્સી ગ્રુપમાં વોલેન્ટિયર તરીકે જોડાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...