તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનમાં પીયર ભાવનગર જવાનું ન મળતાં આણંદની મહિલાનો ગળાફાંસો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના બાકરોલમાં પરિણીતાને લોકડાઉનને પગલે પિયરમાં જવાનું ન મળતાં ઓઢડીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાનગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બાકરોલ ગામે શશાંક સોસાયટીમાં તેજલબેન વિરેન્દ્રભાઈ ચુડાસમા રહે છે. તેમના લગ્ન બે વર્ષ અગાઉ વિરેન્દ્ર નામના યુવક સાથે થયા હતા. તેમનું પિયર ભાવનગર થાય છે. થોડાં સમય અગાઉ પરિણીતાના ભાઈએ તેના પિતાને ઘરમાંથી કાઢી મૂકતા તેણીના પિતાએ તેને ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. જેને પગલે તેને મનમાં લાગી આવતાં જ તેણીએ ભાવનગર,
પિયરમાં જવા માટે તેના પતિ સમક્ષ જિદૃ પકડી હતી. પરંતુ લોકડાઉનને પગલે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હોય તેઓ ઘરની બહાર નીકળી શકતા ન હોય તેના પતિએ તેને સમજાવી હતી. જોકે, જિદૃે ચઢેલી પરિણીતાને મનમાં લાગી આવતા જ તેણીએ રવિવારે બપોરે ઉપરના માળે જઈ દુપટ્ટાનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ પતિને થતાં જ તેણે વિદ્યાનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

પિતાનો ફોન આવતાં પરિણીતાએ પતિ સમક્ષ જવાની જીદ પકડી

વાહન વ્યવહાર બંધ હોવાથી જવાનું અશક્ય હોવાનું પતિએ જણાવ્યુ હતું

બહેનનો ફોન રીસીવ ન કરતા ઘટના પ્રકાશમાં આવી

સમગ્ર બનાવ સંદર્ભે વાત કરતા બીટ જમાદાર દશરથભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, રવિવારે યુવક બહાર નીકળ્યો હતો. જ્યારે તેમના સાસુ-સસરા નીચેના માળે હતા. દરમિયાન એ સમયે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતકની બહેને તેને અવાર-નવાર ફોન કર્યા હતા. પરંતુ તે ફોન રીસીવ ન કરતાં તેણીએ વિરેન્દ્રભાઈને ફોન કર્યો હતો. જેને પગલે તે ઘરે જતાં ઘરનો દરવાજો અંદરથી બંધ હોય સ્થાનિકો સાથે મળીને દરવાજો તોડ્યો હતો. જેમાં સમગ્ર હકીકત સામે આવી હતી. હાલમાં મૃતક તેની પાછળ કોઈ સ્યુસાઈડ નોટ છોડી ગઈ નથી. જેને પગલે હાલમાં મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...