તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં નવ દિવસમાં રૂા. 18 લાખ ફંડ ભેગુ થયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સામે લડવા માાટે સરકાર આર્થિક મોરચે પણ ઝઝૂમી રહી છે ત્યારે આવા સંજોગોમાં આણંદ જીલ્લામાં જુદીજુદી સંસ્થાઓ મદદ કરવા આગળ આવી રહી છે. નવ દિવસમાં આણંદ જીલ્લા કલેકટરને રૂા. 18 લાખ ઉપરાંત રકમની સહાય જુદીજુદી સંસ્થાઓએ મદદ કરી છેે. જેને આણંદ જીલ્લા વહીવટી તંત્રએ સી.એમ. આર.એફ. ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું આણંદ જીલ્લા નિવાસી અધિક કલેકટરે જણાવ્યુ હતું.

વધુમાં આણંદ જીલ્લા નિવાસી અધિક કલેકટર પી.સી. ઠાકુરે જણાવ્યુ હતું કે, કોરોના વાયરસની મહામારી માટે સરકારે દાનની અપીલ કરી હતી. ત્યારે આણંદ જીલ્લામાં લોકોએ દાનનો પ્રવાહ શરૂ કર્યો છે. જેમાં સૌ પ્રથમ ધી વલ્લભવિદ્યાનગર કો.ઓ. બેંક ભરવાડ સમાજ સેવા ટ્રસ્ટ, શ્રી દિગંબર જૈન સમાજ, બેંક ઓફ ઇન્ડીયા આણંદ શાખા સહિત કુલ 14 જેટલી સંસ્થાઓ દ્વારા રૂા. 18 લાખ 50 હજાર ઉપરાંતની સહાય કરાઈ હતી. જેને 30 ના રોજ આણંદ જીલ્લાના સીએમઆરએફ ખાતામાં ચેક જમા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...