તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસનાળમા 14માં નાણાપંચના વિકાસ કામોની ચકાસણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાયબ જિલ્લા વિકાસ અધિકારી જામનગર કીર્તન પરમાર દ્વારા જોડિયા તાલુકાના રસનાળ ગામે 14માં નાણાપંચના મોનો સાઇટ વિઝીટ કરી વિકાસ ના કામ ની ચકાસણી કરી હતી. જોડીયા તાલુકાનાના રસનાળ ગામે 14માં નાણાપંચના છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસના કામોની સાઇટ વિઝીટ કરી ચકાસણી કરી હતી અને તે કામોનું નિયત ચેકલીસ્ટ ભરી થયેલા કામોનું દસ્તાવેજોનું પણ ચકાસણી કરી હતી. જેમાં પ્રાથમિક શાળામાં તૈયાર થયેલા પેવર બ્લોક, પશુઓને પાણી પીવા માટે નો અવેડો, ભૂગર્ભ ગટર-2, સ્મશાનમાં માં પેવર બ્લોક, જેમાં કામોનું ચકાસણી કરી હતી.

બાદમાં સબસેન્ટરમાં સ્વચ્છતાની ચકાસણી, દવાઓનો સ્ટોક રજીસ્ટર, દર્દીઓ સાથે તેમને મળતી સુવિધાઓ અંગેની વાતચીત વગેરેની ચકાસણી કરાઇ હતી, ત્યારબાદ આંગણવાડી કેન્દ્રની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સ્ટોક રજીસ્ટર, કુપોષિત બાળકોની સ્થિતિ, અનાજની સ્થિતિ વગેરે બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે રસનાલ ગ્રામ પંચાયતનુ દફ્તર ચકાસણી કરી હતી જેમાં વિકાસના કામો ની ફાઈલ, રોજમેળ, ગ્રામ સભા ની મિનિટ, એસેટ રજીસ્ટર, વગેરે બાબતોની ચકાસણી કરી ગ્રામ પંચાયતનું એ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ પીઠડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી જેમાં સૌપ્રથમ ઓપીડી ની ચકાસણી કરી હતી.

બાદમાં મેડિકલ ઓફિસર સાથે કોરોના વાયરસ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. પીએચસીમાં મળતી સુવિધાઓ અને સ્વચ્છતાની ચકાસણી કરી હતી.

ત્યારબાદ ગ્રામ પંચાયત પીઠડ ખાતે ગ્રામ પંચાયત અને ચકાસણી કરી હતી વાતમાં પીઠડ પ્રાથમિક શાળામાં મધ્યનભોજન શેડની મુલાકાત લીધી હતી અને શાળામાં રહેલ કોમ્પ્યુટરની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી જોડીયા એમ એન સોરઠીયા, નાયબ ચિટનીસ જિલ્લા પંચાયત વાઘેલાભાઈ, ઇજનેર હાર્દિકભાઈ, કમલભાઈ, મનરેગાના એપીઓ વલ્લભભાઈ, વિસ્તરણ અધિકારી દેવાયતભાઈ, મંત્રી પનારાભાઈ, સોલંકી ભાઈ,મગલસિહ, જીતુભાઈ, રસનાળ તથા ગ્રામ પંચાયતના સરપંચ આ તકે હાજર રહિયા હતા.

નાયબ જિલ્લા વિકાસ અિધકારીએ મધ્યાહન ભોજન શેડની મુલાકાત લીધી, શાળાની સમીક્ષા કરી
અન્ય સમાચારો પણ છે...