તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિરોલાની સીમમાં ચાર કાપતી મહિલા પર અજાણ્યા શખ્સનો લોહિયાળ હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇના સાઠોદ ગામના મહાદેવ મંદિર ફળીયામાં રહેતી મહિલા શિરોલા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં ચાર કાપવા દાતરડું લઈને ગઈ હતી. મહિલા ખેતરમાં ચાર કાપી રહી હતી. ત્યારે અચાનક એક અજાણ્યા 40 વર્ષીય ઇસમે મહિલાનું દાતરડુ ખુંચવી લોહીયાર હુમલો કરી મહિલાના માથામાં, હાથે, પગે અને શરીરે દાતરડાના ઘા ઝીંકી દીધા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવી અજાણ્યા ઝનૂની સ્વભાવના ઇસમને ઝડપી દોરડાથી બાંધી ડભોઇ પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને ગામ લોકોએ સારવાર અર્થે પ્રથમ ડભોઇ બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાતા પોલીસે ફરિયાદની તજવીજ સાથે અજાણ્યા ઇસમની પૂછપરછ સાથે તપાસ હાથ ધરી છે.

ડભોઇના સાઠોદ ગામના મહાદેવ મંદિર ફળીયામાં રહેતી લીલાબેન નવીનભાઇ પાટણવાડીયા શિરોલા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં ચાર કાપવા ગઈ હતી. ...અનુસંધાન પાના નં.2

લોકોએ ઇસમને ઝડપી દોરડાથી બાંધી ડભોઇ પોલીસને સોંપ્યો

_photocaption_શિરોલાની સીમમાં મહિલા પર યુવાને દાતરડાથી હુમલો કર્યો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...