ચુડેલ ગામમાં અગાઉની અદાવત બાબતે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલકાના ચુડેલ ગામે નિશાળ ફલિયામાં રહેતા બે પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી બોલાચાલીની અદાવતમાં ઘટનાના દિવસે હુમલો કરતાં 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ચુડેલ ગામે નિશાળ ફળિયામાં રહેતા સંદિપભાઈ ચૌધરી (27) પોતાના ઘરે હતાં તે દરમિયાન અવાર નવાર ઝઘડો કરતાં ફળિયાના જ રહીશ પારૂલબહેન ચૌધરી આવી સંદિપભાઈના પત્ની અનાતાબહેન સાથે ગાળાગાળી કરતાં હતાં. તે દરમિયાન સ્થાનિક રહીશો આવી જતાં પારૂલબેહનને મોકલી આપ્યા હતાં. ત્યારબાદ પારૂલબહેનના પતિ અજુતભાઈ ચૌધરી હાથમાં લાકડી લઈને આવી સંદિપભાઈને માથાના ભાગે મારી દેતા લોહી લુહાણ થયેલ સંદિપભાઇને 108માં સારવાર અર્થે ખસેડાયા હતાં. ઘટના દરમિયાન આવેાલ અરજીતભાઈના સાળા જયંતીભાઈ પણ આવ્યા હતાં અને પોતાના બનેવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા જોઈ લેવાની ધમકી આપી હતી. માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ કરતા જોઇ લેવાની ધમકી આપી

અન્ય સમાચારો પણ છે...